માંડવી સેવામંડળ અને ભોજાય સર્વોદય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે માંડવીમાં યોજાયેલા નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનો લાભ લેતા ૮૦ લોકો
EYE CAMP : માંડવી સેવામંડળ અને ભોજાય સર્વોદય ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે, મોતિયા મુકત કચ્છ અભિયાન અંતર્ગત, આંખોની તપાસણીનો અને સારવારનો નિઃશુલ્ક મેડીકલ કેમ્પ તાજેતરમાં બીજી ફેબ્રુઆરીને રવિવારના રોજ સવારના ૯.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા દરમ્યાન માંડવીના સેવામંડળના મંછારામ બાપુના વાડા (ભીડ બજાર) માં માંડવી મધ્યે યોજાયો હતો.
EYE CAMP : આ નિઃશુલ્ક મેડીકલ કેમ્પનો માંડવી, નાગલપુર, નાની રાયણ અને અંજાર સહીતના ગામોના કુલ ૮૦ લોકોએ લાભ લીધો હતો. જેમાંથી ઓપરેશન લાયક કુલ ૮૦ લોકોએ લાભ લીધો હતો. જેમાંથી ઓપરેશન લાયક કુલ ૧૧ દર્દીઓના આંખના ઓપરેશન ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં નિઃશુલ્ક કરી અપાશે. ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલના ડો. સતીષભાઈ જોષીએ આંખોની તપાસણી કરી હતી. જયારે આ કેમ્પમાં લક્ષ્મીચંદભાઈ ગોસર અને યશદીપ જાડેજા સહયોગી રહ્યા હતા. તમામ લોકોને દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી.
EYE CAMP : માંડવી સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, ટ્રસ્ટી મંડળના ભગવતી પ્રસાદભાઈ મોથારાઈ, ચંદ્રસેનભાઈ શાહ, જયેશભાઈ જી. શાહ, ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ મણીલાલ શાહે ઉપસ્થિત રહીને કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. જયારે સેવામંડળના સ્ટાફની દિપકભાઈ સોની, રેખાબેન સોની અને ડોલીબેન રાઠોડ કેમ્પમાં સહયોગી રહ્યા હતા.
EYE CAMP : ભોજાય સર્વોદય ટ્રસ્ટ અને માંડવીના સેવા મંડળના સંયુકત ઉપક્રમે, દર મહિનાના પહેલા રવિવારે, માંડવીના સેવામંડળના મંછારામ બાપુના વાડા (ભીડ બજાર) માંડવી મધ્યે આંખોની તપાસણી અને સારવારનો નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવે છે. આ કેમ્પમાં દવા પણ નિઃશુલ્ક આપવામાં આવે છે. જયારે ઓપરેશન લાયક દર્દીઓના ઓપરેશન ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં નિઃશુલ્ક કરી આપવામાં આવતા હોવાનું ભોજાય સર્વોદય ટ્રસ્ટના ચેરમેન લીલાધરભાઈ ગડા (અધા) અને માંડવી સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને ટ્રસ્ટી મંડળે જણાવ્યું હતું