BLOOD DONATION : રક્તદાન એ મહાદાન છે એ ઉક્તિને સાર્થક કરતા માંડવીના રક્તદાતાઓ.
માંડવીમાં જૈન જાગૃતિ સેન્ટર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
BLOOD DONATION : માંડવીમાં જૈન જાગૃતિ સેન્ટર (જે.જે.સી.) અને જૈન જાગૃતિ લેડીઝ વિંગના સંયુક્ત ઉપક્રમે તા:09-02ને રવિવારના રોજ માંડવીના આઝાદ ચોકમાં આવેલી મયુર બ્લડ બેન્કમાં યોજાયેલા બ્લડ ડોનેશનના મેગા કેમ્પમાં “રક્તદાન એ મહાદાન છે” એ ઉક્તિને માંડવીના રક્તદાતાઓએ સાર્થક કરેલ છે.
જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડની ગોલ્ડન જ્યુબિલી વર્ષ અને માંડવીના જૈન જાગૃતિ સેન્ટર (જે.જે.સી.) ના સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણીના ભાગરૂપે (જે.જે.સી.) સેન્ટ્રલ બોર્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી (જે.જે.સી.) માંડવી તથા (જે.જે.સી.) લેડીઝ વિંગના સંયુક્ત ઉપક્રમે સમગ્ર ભારતના (જે.જે.સી.) સેન્ટરોની સાથે તા:09-02ને રવિવારના રોજ સવારના 9:30 થી 1:00 વાગ્યા દરમિયાન મયુર બ્લડ બેન્ક માં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
BLOOD DONATION : માંડવીમાં ઘણા વર્ષોથી બ્લડ ડોનેશન નું ઉમદા કાર્ય કરતા અમિતભાઈ મહેતા, (જે.જે.સી.) માંડવીના પ્રમુખ રાજેશભાઈ દોશી, મંત્રી નિલેશભાઈ ગાંધી, પ્રોજેક્ટ ચેરમેન જુગલભાઈ સંઘવી અને રાજુભાઈ શાહ તેમજ (જે.જે.સી.) લેડીઝ વિંગના પ્રમુખ ગીતાબેન વોરા, મંત્રી ભારતીબેન સંઘવી તથા મંત્રી અને પ્રોજેક્ટ ચેરમેન ડૉ. પારૂલબેન ગોગરી અને મયુર બ્લડ બેન્કના સામતસિંહભાઈ સોઢાએ દીપ પ્રાગટ્ય કરીને મેગા બ્લડ ડોનેશન કેમ્પને ખુલ્લો મુક્યો હતો.
આ કેમ્પમાં (જે.જે.સી.) માંડવીના 25 વર્ષના ઉપલક્ષમાં 25 રક્તદાતાઓ દ્વારા 25 યુનિટ લોહી એકઠું કરવામાં આવેલ હતું. રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ બીજાની જિંદગી બચાવવાનું ઉમદા અને પ્રેરણાદાયી કાર્ય કરેલ હતું. તમામ રક્તદાતાઓને મોમેન્ટો એનાયત કરી સન્માનપત્ર અર્પણ કરીને સન્માન કરેલ હોવાનું માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
BLOOD DONATION : મેગા બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા બંને સંસ્થાના પ્રમુખ, મંત્રી, પ્રોજેક્ટ ચેરમેનશ્રીઓ ઉપરાંત વિપુલભાઈ શાહ, પુનિતભાઈ શાહ અને વિપુલભાઈ ગાંધી વગેરે એ જહેમત ઉઠાવી હતી.
આ પણ વાંચો : Disabled students : વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓ સહિત કુલ એક હજાર થી વધારે બાળકોને રાજાશાહી તિથિ ભોજન
INDIAN SOCIOLOGIST