MANDVI : માંડવી તાલુકાની શ્રી ઢીંઢ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ માંડવીના વિવિધ સ્થળોની મુલાકાત લીધી

MANDVI : કચ્છ જિલ્લા પંચાયત સંચાલિત માંડવી તાલુકાના ઢીંઢ ગામની પ્રાથમિક શાળાના ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારની જુદી જુદી કચેરીઓ જેવી કે મુખ્ય પોસ્ટ ઓફિસ, નગર સેવાસદન, પી.જી.વી.સી.એલ., પોલીસ સ્ટેશન અને મોલની મુલાકાત લીધેલ હતી.
MANDVI : માંડવી નગર સેવા સદન મધ્યે ઇન્ચાર્જ હેડ ક્લાર્ક મનજીભાઈ પરમાર વગેરે એ પ્રાથમિક શાળાના આચાર્યગણ સાથે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનું શાબ્દિક સ્વાગત કરેલ હતું.
MANDVI : માંડવી નગર સેવાસદન કચેરી મધ્યે સેનિટેશન વિભાગ, જન્મમરણ અને લગ્ન નોંધણી વિભાગ, વ્યવસાય વેરા વિભાગ, પાણી પુરવઠા તાંત્રિક વિભાગ, વેરાવસુલાત વિભાગ, રોડ લાઈટ વિભાગ, આવક જાવક વિભાગ, બાંધકામ વિભાગ, તત્કાલ સેવા જેવી કે ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને સબવાહિની વાહન તેમજ માનવી નગર સેવા સદન સંચાલિત વાંચનાલય અને પુસ્તકાલય વિભાગ તેમજ સામાન્ય સભાગૃહ વગેરેની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ભુપેન્દ્ર સલાટ ,જયેશભાઈ ભેદા , દીપભાઈ રૂડાણીએ વિવિધ વિભાગોની કામગીરી અંગે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને અવગત કરી વૈવિધ્યસભર માહિતી આપી હતી ત્યારબાદ બાળકોએ ચુનીલાલ વેલજી મહેતા ઉદ્યાનમાં આનંદ કરેલ. જ્યારે માંડવી પોલીસ સ્ટેશનમાંથી મહેન્દ્રભાઈ રાવલ અને આકાશભાઈએ ગુનાહિત પ્રવૃત્તિ અને ટ્રાફિક નિયંત્રણ અંગે સમજ આપી હતી તથા પોલીસના વિવિધ કાર્યો અંગે માહિતી આપેલ હતી.
MANDVI : માંડવી મુખ્ય પોસ્ટ ઓફિસ મધ્ય જીતેન્દ્રભાઈ ડોરૂ, ગીતાબેન રાજગોર એ ભારતીય ટપાલ અને વિભાગીય લગતી માહિતી આપેલ. પી.જી.વી.સી.એલ. માં વિપુલભાઈ પટેલ, કમલેશભાઈ મકવાણા, જયેશભાઈ રાસ્તેએ વીજ બચત અને વીજ વપરાશ અંગે તથા મીટર અંગેના ટેકનિકલ વિભાગની માહિતી પૂરી પાડી હતી. મદદનીશ શિક્ષક ગણ ભાવેશભાઈ કેશવાણી અને પ્રતિકભાઇ બાપટ મુલાકાત દરમિયાન હાજર રહ્યા હતા અને માર્ગદર્શક તરીકે શાળાના આચાર્ય શિલ્પાબેન પટેલ રહ્યા હતા તથા પ્રાથમિક શાળા વતી માહિતી પૂરી પાડવા બદલ નગરપાલિકાના કર્મચારીઓનો આભાર માનેલ હોવાનું માંડવી તાલુકા નિવૃત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : Disabled students : વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓ સહિત કુલ એક હજાર થી વધારે બાળકોને રાજાશાહી તિથિ ભોજન
INDIAN SOCIOLOGIST