DANG : મહારાષ્ટ્રનાં નાગપુર ખાતે કોંગ્રેસી નેતા દ્વારા સ્વ- સ્વરૂપ સંપ્રદાયના સંસ્થાપક વિરુદ્ધ વ્યક્તિગત ટિપ્પણી કરતા તેના પડઘા ડાંગ જિલ્લામાં જોવા મળ્યા..
DANG : મહારાષ્ટ્ર રાજ્યનાં નાગપુર શહેરનાં કોંગ્રેસી ધારાસભ્ય દ્વારા સ્વ-સ્વરૂપ સંપ્રદાયનાં સંસ્થાપક વિરુદ્ધ વ્યક્તિગત ટિપ્પણી કરવામાં આવતા સ્વ -સ્વરુપના સંપ્રદાયના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.ત્યારે તેના પડઘા ડાંગ જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે.
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
DANG : આ સમગ્ર મામલે સ્વ -સ્વરુપના સંપ્રદાય આહવા ડાંગ જિલ્લા સેવા સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.સ્વ-સ્વરૂપ સંપ્રદાયનાં સંસ્થાપક અનંત વિભુષીત જગદગુરૂ રામાનંદાચાર્ય સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજને વ્યક્તિગત સ્વરૂપે નાગપુર (મહારાષ્ટ્ર) શહેરના કોંગ્રેસી ધારાસભ્ય વિજય વડેટ્ટિવાર એ વિવાદાસ્પદ અને વ્યક્તિગત ટિપ્પણી કરીને સ્વ - સ્વરૂપ સંપ્રદાયની તથા સમગ્ર સાધુ - સંતોનું અપમાન કરેલ છે.જે બદલ ડાંગ જીલ્લા સ્વ-સ્વરૂપ સંપ્રદાયનાં તમામ ભક્તજનો, અનુયાયીઓ અને સમગ્ર હિંન્દુ ભાઇ -બહેનો સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે.અને જે રાજનેતા એ અપમાન જનક અભદ્ર ટીપ્પણી કરેલ છે તેમણે જાહેરમાં માફી માંગવી જોઈએ જો માફી ના માંગે તો આવનાર સમયમાં ઉગ્ર સ્વરૂપે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે.
DANG : વધુમાં આ મામલે સ્વ-સ્વરૂપ સંપ્રદાય આહવા - ડાંગ જિલ્લા સેવા સમિતિના કાર્યકરોએ આહવા નગરમાં રેલી યોજી જાહેરમાં વિરોધ નોંધાવ્યો હતો.અને કોંગ્રેસી નેતાના પૂતળાને ચપ્પલની હાર પહેરાવી સખત વિરોધ નોંધાવ્યો હતો.તેમજ આ કોંગ્રેસી ધારાસભ્ય ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સ્વ - સ્વરૂપ સંપ્રદાય આહવા - ડાંગ જિલ્લા સેવા સમિતિ દ્વારા ડાંગ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.
આ પણ વાંચો : MANDVI BEACH CITY : માંડવી શહેરના ૪૪૫ માં સ્થાપના દિનની ઉજવણી
INDIAN SOCIOLOGIST