THE INDIAN SOCIOLOGIST

GIANTS : શ્રીમતી મીનાબેન વાઘમશી જાયન્ટ્સ ના ઇન્ટરનેશનલ સ્પેશિયલ ઓફિસર તરીકે નિમાયા.

 ભુજ નિવાસી કચ્છના મહિલા અગ્રણી શ્રીમતી મીનાબેન વાઘમશી જાયન્ટ્સ ના ઇન્ટરનેશનલ સ્પેશિયલ ઓફિસર તરીકે નિમાયા.

GIANTS : કચ્છના મહિલાને પ્રથમ જ વખત મહત્વનો હોદ્દો મળ્યો. 

ભુજ નિવાસી કચ્છના મહિલા અગ્રણી શ્રીમતી મીનાબેન વાઘમશી ની જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન મુંબઈ દ્વારા જાયન્ટ્સ ગ્રુપના ઇન્ટરનેશનલ સ્પેશિયલ ઓફિસર તરીકે તાજેતરમાં નિમણૂંક થયેલ છે. કચ્છના મહિલાને પ્રથમ જ વખત મહત્વનો હોદ્દો મળતાં તેમને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યાં છે.

GIANTS : કચ્છના જાયન્ટ્સના ઇતિહાસમાં પ્રથમ જ વખત મહિલાને મહત્વનો હોદ્દો મળતાં મીનાબેન વાઘમશીએ માત્ર કચ્છ જિલ્લાનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે. કચ્છમાં જાયન્ટ્સની મહિલા પાંખ, સાહેલી ગ્રુપોના વિસ્તૃતિકરણની વિશેષ જવાબદારી તેમને સોંપવામાં આવેલ હોવાનું જાયન્ટ્સ ફેડરેશન (રાજ્ય) ના પૂર્વ મીડિયા ઓફિસર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ સાહેલીમાં 2002 ની સાલથી કાર્યરત અને અન્ય સંસ્થાઓમાં જવાબદારી વહન કરી રહેલા કચ્છના મહિલા અગ્રણી શ્રીમતી મીનાબેન વાઘમશી ભુજ સાહેલી ગ્રુપના પ્રમુખ, મંત્રી અને ખજાનચી તરીકે બબ્બે વર્ષ સુધી, ફેડરેશન કક્ષામાં યુનિટ ડાયરેક્ટર તરીકે 6 (છ) વર્ષ સુધી અને ઇન્ટરનેશનલ સાહેલી ઇન્ચાર્જ એજ્યુકેશન ઓફિસર તરીકે આપેલી સંસનીય સેવાની નોંધ લઇ તેમને બેસ્ટ પ્રમુખ, બેસ્ટ મંત્રી, બેસ્ટ લેડી મેમ્બર જેવા અનેક એવોર્ડ મેળવવામાં મીનાબેન વાઘમશી ભાગ્યશાળી બન્યા છે.

GIANTS : જાયન્ટ્સ ઇન્ટરનેશનલ કન્વેશનમાં 12 વર્ષથી સતત પ્રતિનિધિત્વ કરતા મીનાબેન વાઘમશીને ગાંધીધામ ખાતે ઇન્ટરનેશનલ કન્વેશનમાં, 2000 ડેલિગેટની ઉપસ્થિતિમાં, મંચ પરથી એડમિનિસ્ટ્રેવ ઓફિસર શ્રી વિરેન્દ્રભાઈ ઐયર દ્વારા તેમને ઇન્ટરનેશનલના સ્પેશિયલ ઓફિસર તરીકે ના મહત્વના હોદ્દાની જાહેરાત કરી હોવાનું દિનેશભાઈ શાહે ઉમેર્યું હતું.

GIANTS : વર્લ્ડ ચેરમેન શ્રી નૂરદ્દીનભાઈ સેવવાલા, સેન્ટ્રલ કમિટી મેમ્બર રાજેશભાઈ દેસાઈ અને નિષદભાઈ મહેતા, સાહેલી કો-ઓર્ડીનેટર (ઇન્ટરનેશનલ) શ્રીમતી ધર્મિષ્ઠાબેન શાહ, ફેડરેશન 3B (રાજ્ય) ના ડેવલોપમેન્ટ ઓફિસર શ્રી તેજાભાઈ કાનગડ (ગાંધીધામ), ફેડરેશનના નવ નિયુક્ત પ્રમુખ મુકેશભાઈ પાઠક (જામનગર), ઉપપ્રમુખ યોગેશભાઈ ત્રિવેદી (માંડવી), ભુજ જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ અશોકભાઈ માંડલિયા, કો-ઓર્ડીનેટર તથા કચ્છ જિલ્લાના પૂર્વ માધ્યમિક શિક્ષણાધિકારી શ્રી મધુકાંતભાઈ આચાર્યે મીનાબેન વાઘમશીને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. તેમને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યાં છે.


Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST