THE INDIAN SOCIOLOGIST

MEDICAL CAMP : માંડવીના સેવા મંડળ અને ભુજના રામકૃષ્ણ મઠ નું સંયુક્ત નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર મેડિકલ કેમ્પ

MEDICAL CAMP : માંડવીના સેવા મંડળ અને ભુજના રામકૃષ્ણ મઠ નું સંયુક્ત નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર મેડિકલ કેમ્પ


માંડવીમાં યોજાયેલા નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર મેડિકલ કેમ્પનો માંડવી અને આજુબાજુના 102 લોકોએ લાભ લીધો.
  • માંડવીના સેવા મંડળ અને ભુજના રામકૃષ્ણ મઠ નું સંયુક્ત આયોજન.
  • એક મહિનાની દવા પણ નિઃશુલ્ક અપાઈ.

MEDICAL CAMP : માંડવીના સેવા મંડળ અને ભુજના રામકૃષ્ણ મઠના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં માંડવીના સેવા મંડળ(મંછારામ બાપુ ના વાડામાં) સેવા મંડળના દવાખાનામાં નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર નો દસમો મેડિકલ કેમ્પ યોજાયો હતો.

સર્વ રોગ નિઃશુલ્ક આ કેમ્પ માં માંડવી ઉપરાંત કોડાય ,તલવાણા, પીપરી,સિરવા મોટાભાડિયા, મસ્કા અને લાયજા સહિત કુલ 102 લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં એક માસની દવા પણ નિઃશુલ્ક અપાઇ હતી.

MEDICAL CAMP : આ મેડિકલ કેમ્પમાં ડૉ .મનોજભાઈ માકાણી ના માર્ગદર્શન હેઠળ ડૉ .નવીનભાઈ કણઝરીયા , ડૉ .ઉષાબેન ભાલીયા, ડૉ .શીતલબેન મારવાડા, ડૉ .મીનલબેન સોનારા, ડૉ .દીપેશભાઇ ઠક્કર અને રમીલાબેન માકાણી એ સેવા આપી હતી.કેમ્પમાં સેવા મંડળના દીપકભાઈ સોની અને રેખાબેન સોની સહાયોગી રહ્યા હતા.

MEDICAL CAMP : માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ સર્વશ્રી ભગવતી પ્રસાદ ભાઈ મોથારાઈ , ચંદ્રશેનભાઈ શાહ, જયેશભાઈ જી. શાહ, ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ મણીલાલ શાહે કેમ્પ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST