MANDVI : ₹ ૫૫. ૮૯ લાખના ખર્ચે વલ્લભ સોસાયટી મધ્યે કેનાલના કામનું ખાતમુહૂર્ત
MANDVI : શહેરના વોર્ડ નંબર - ૧ માં આવેલ માધવ નગર, મેઘમંગલ નગર તેમજ વલ્લભ સોસાયટીમાં ચોમાસાની રૂતુ દરમિયાન જળ ભરાવ થાય છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે માંડવી નગરપાલિકા દ્વારા ૧૫ માં નાણાપંચની વર્ષ ૨૦૨૦-૨૦૨૧ ની ટાઈડ ગ્રાન્ટમાંથી ₹ ૫૫. ૮૯ લાખના ખર્ચે મોટર અને પાઈપ ખરીદી કરવામાં આવશે. સાથે વરસાદી જળ ભરાવના નિકાલ માટે કેનાલ બનાવવામાં આવશે. આજે માધવ નગર મધ્યે શિશુ મંદિર પાછળ અને વલ્લભ સોસાયટી મધ્યે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના વરદહસ્તે કેનાલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
MANDVI : આ પ્રસંગે શ્રી દવેએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના રહેવાસીઓની કુદરતી સમસ્યાના ઉકેલ માટે પોતે અને નગરપાલિકાના અધ્યક્ષ હરેશભાઇ વિંઝોડાના નેતૃત્વ હેઠળની સુધરાઈ ટીમ સતત મંથન કરી યોગ્ય ઉકેલ આવે તે દિશામાં પ્રયાસો કર્યા હતા. કુદરતી આફતના ઉકેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શહેરી વિકાસ મંત્રી તેમજ જિલ્લા પ્રભારી મંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.
MANDVI : આ પ્રસંગે નગરપાલિકાના અધ્યક્ષ હરેશભાઈ વિંઝોડાએ જણાવ્યું હતું કે, કુદરતી આપત્તી સમયે વોર્ડ નંબર ૧ માં માધવ નગર, મેઘમંગલ નગર, વલ્લભ સોસાયટી, જય નગર, વિજય નગર તેમજ સત્સંગ આશ્રમ પાસેનો વિસ્તાર વરસાદી પાણીથી પ્રભાવિત થાય છે. ત્યારે આ સમસ્યાના ઉકેલ માટે નગરપાલિકા દ્વારા માધવ નગર મધ્યે વરસાદી પાણીના નિકાલ માટે સંપ બનાવવામાં આવેલ હતા. અને આજે ₹ ૩૭. ૯૦ લાખના ખર્ચે કેનાલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાથે સાથે ₹ ૧૭. ૯૯ લાખના ખર્ચે બે મોટર અને પાઈપ લાઈન લગાડવામાં આવશે.
MANDVI : આ પ્રસંગે ઉપાધ્યક્ષા જ્યોત્સનાબેન સેંઘાણી, લાંતિક શાહ, રાજેશ કાનાણી, પારસ માલમ, દિપાબા જાડેજા, પારસ સંઘવી, પ્રેમજી કેરાઈ, નિમેષ દવે, વિજય ચૌહાણ, આ વિસ્તારના રહેવાસીઓ દિનેશ કતિરા, પ્રકાશ ભાનુશાલી, ભરત ગાંધી,અક્ષય મહેતા, હર્ષદ ઉદેશી, ભરત ખેતાણી,મહેન્દ્ર ડાંગી, મુકેશ માલમ, અશોક ઠકકર, મિતેષ મહેતા, કમલેશ ગઢવી, મુકેશ ત્રિવેદી, મુકેશ જોષી, પ્રતાપ ચોથાણી, ઉદય ધકણ, રતુભા સોઢા સહિતના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ પ્રશ્નના ઉકેલ માટે હર્ષની લાગણી વ્યક્ત કરી આભાર વ્યક્ત કર્યો હતો.
MANDVI : ઇન્ચાર્જ હેડ ક્લાર્ક મનજી પરમારના નેતૃત્વ હેઠળ હરેશ ગઢવી, ભુપેન્દ્ર સલાટ, જયેશ ભેડા, રાજેશ ગોર, બલરામ વિંઝોડા, શિવરામગર ગુંસાઈ અને હાર્દિક ઠકકર સહયોગી બન્યા હતા.
આ પણ વાંચો : છ કોટી સ્થાનકવાસી જૈન સંઘે નાના બાળકો માટે સુવર્ણ પ્રાશન નો નિઃશુલ્ક કેમ્પ યોજયો.
INDIAN SOCIOLOGIST