THE INDIAN SOCIOLOGIST

માંડવીમાં શનિવારે માંડવી અને મુન્દ્રાના કુલ 3 દિવ્યાંગો ને દાતાના સહયોગથી 3 વ્હીલચેર અર્પણ કરાઈ

માંડવીમાં શનિવારે માંડવી અને મુન્દ્રાના કુલ 3 દિવ્યાંગો ને દાતાના સહયોગથી 3 વ્હીલચેર અર્પણ કરાઈ



અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી ના કાર્યાલયમાં યોજાયેલા સમારોહમાં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં જાન ગુમાવનાર દિવંગતો ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પણ અપાઈ

કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરા,માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને માંડવીની લોહાણા બોર્ડિંગ એમ ત્રણ સંસ્થાના ઉપક્રમે, તા.૨૬-૦૪ ને શનિવારના યોજાયેલા એક સાદા સમારોહમાં દાતાના સહયોગથી મુન્દ્રાના બે અને માંડવી તાલુકાના દેવપર ગામના એક મળી કુલ 3 દિવ્યાંગો ને 3 વ્હીલચેર અર્પણ કરાઈ હતી.

અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાના પ્રમુખ સ્થાને યોજાયેલા સંમારંભના પ્રારંભમાં, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ ઉપર કાયરતાપૂર્ણ આતંકીહુમલાને વખોડી કાઢી, આ હુમલામાં જાન ગુમાવનારા દિવંગતો ના આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાળી, શ્રદ્ધાંજલિ અપાઇ હતી, તેમજ ઇજાગ્રસ્તો ઝડપથી તંદુરસ્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી

દેવપર (તા.માંડવી) ના લાભાર્થી તિર્થ મહેશભાઈ નિસર, તથા મુન્દ્રાના લાભાર્થી મનસુખભાઈ માલમ અને વાલીબેન માલમને મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણી,અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ અને ટ્રસ્ટી કમલેશભાઈ પાઠક, માંડવીની લોહાણા બોર્ડિંગના પ્રમુખ અને માંડવીના પૂર્વ નગરપતિ હરીશભાઈ ગણાત્રા, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરાના સક્રિય સભ્ય અને ગોધરાની સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત પૂર્વ આચાર્ય નીતેનભાઈ ચાવડા તથા સલાયાના નિલેશભાઈ ઝાલાના હસ્તે વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી

ડો.ચંદ્રકાંતભાઈ ચોથાણી, શાંતિલાલભાઈ ગણાત્રા, દિનેશભાઈ શાહ, કમલેશભાઈ પાઠક, હરીશભાઈ ગણાત્રા તથા નીતીનભાઈ ચાવડાએ, પ્રાસંગિક પ્રવચનમાં, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીની, એકધારા ૨૬ વર્ષથી સેવાને બિરદાવી, તેમને અભિનંદન પાઠવી, ત્રણેય દાતા પરિવારનો આભાર માન્યો હતો

સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ શાહે કરેલ હતું જ્યારે સંદીપભાઈ માલમ, શૈલેષભાઈ મિઠાવાલા અને નિશાબેન પરમાર કાર્યક્રમમાં સહયોગી રહયા હતા.

આ પણ વાંચો : ડાંગ જિલ્લાના કલેક્ટર તરીકે સુશ્રી શાલિની દુહાને ચાર્જ સંભાળ્યો.

INDIAN SOCIOLOGIST

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST