રાજ્યના સવા ચાર લાખSMC/SMDC ના સભ્યો સાથે રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલની વિડીયો કોન્ફરન્સ સાથે જોડાતી માંડવીની જૈન નુતન પ્રાથમિક શાળા .
રાજ્યના સવા ચાર લાખ SMC( સ્કૂલ મેનેજમેન્ટ કમિટી )અને SMDC( સ્કૂલ મેનેજમેન્ટ ડેવલોપમેન્ટ કમિટી) સાથે આજે તારીખ 28/ 4 ને સોમવારના સવારના 9 થી 9 50 વાગ્યા દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલ સાથે જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નુતન પ્રાથમિક શાળા નંબર 3ના આચાર્ય પુનિતભાઈ વાસાણી, એસએમસીના શિક્ષણવિદ્ તથા રાજ્ય ,રાષ્ટ્રીય, સમાજ રત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, એસએમસીના સભ્યો અને માંડવી નગરપાલિકાના કાઉન્સિલર પારસભાઈ સંઘવી, એસએમસીના સભ્યો, શાળાના ઉપાચાર્ય મનુભા જાડેજા અને શાળાના શિક્ષકોનો સ્ટાફ વિડીઓ કોન્ફરન્સમાં જોડાયા હતા.
આ પણ વાંચો : ડાંગ જિલ્લાના કલેક્ટર તરીકે સુશ્રી શાલિની દુહાને ચાર્જ સંભાળ્યો.