THE INDIAN SOCIOLOGIST

AIMS SCHOOL : એઈમ્સ સ્કૂલમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ભક્તિ ભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

AIMS SCHOOL : એઈમ્સ સ્કૂલમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ભક્તિ ભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.


AIMS SCHOOL : બુધવારે વિશ્વ નવકાર મહામંત્ર દિવસની માંડવીની એઈમ્સ સ્કૂલમાં જૈન સંતોની નિશ્રા અને માંડવીના ધારાસભ્યની ઉપસ્થિતિમાં નવકાર મહામંત્રના સામૂહિક જાપ કરવા બહોળી સંખ્યામાં માંડવીના નગરજનો ઉમટી પડ્યા.

વિશ્વ શાંતિ અને કલ્યાણની ઉમદા ભાવના સાથે આજરોજ તા. 9 /4 ને બુધવારના રોજ માંડવીની અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ભક્તિ ભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

AIMS SCHOOL : આંતરરાષ્ટ્રીય સંસ્થા"જીતો" દ્વારા આજે સમગ્ર વિશ્વની સાથે માંડવી માં પણ આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં, માંડવીના લોકલાડીલા ધારાસભ્ય માનનીય અનિરુદ્ધભાઈ દવેના મુખ્ય મહેમાન પદે,લીમડી અજરામર સંપ્રદાયના પરમ પૂજ્ય છોટેગુરૂ વિમલમુનિ મ.સા., પરમ પૂજ્ય અરિહંતમુનિ મ.સા. તથા પરમ પૂજ્ય હંસશ્રી મહાસતી ઠાણા-3 તેમજ લોકમાન્ય ક્રાંતિકારી રાષ્ટ્ર સંત આચાર્યશ્રી સંજય મુનિ મ.સા.( શેરે પંજાબ- રાજસ્થાન )ની પાવન નિશ્રામાં સવારના 08:01થી થી 09:36 વાગ્યા દરમિયાન યોજાયેલા સામૂહિક નવકાર મંત્રના જાપમાં માંડવીના નગરજનો એઈમ્સ સ્કૂલના પટાંગણમાં બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

આંતરરાષ્ટ્રીય સંસ્થા "જીતો" ના લેડીઝ વિગ ના કમિટી મેમ્બર અને એઈમ્સ સ્કૂલના આચાર્યા ડૉ .કિંજલબેન કૌશિકભાઈ શાહ અને" જીતો" ભુજ -મેઇન ના કન્વેનર અને માંડવીની એઈમ્સ હોસ્પિટલના સર્જન ડૉ .કૌશિકભાઈ શાહની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય થી અને ગુરૂ ભગવંતોના મંગલાચરણ થી કાર્યક્રમનો શુભારંભ કરાયો હોવાનું માંડવી ના રાજ્ય /રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

સ્વાગત પ્રવચનમાં ડૉ .શ્રીમતી કિંજલબેન કૌશિકભાઈ શાહે સૌને આવકાર્યા હતા.

AIMS SCHOOL : લાઈવ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર ભાઈ મોદી સાહેબે, જૈન ધર્મના સૂત્રો દ્વારા વિશ્વ શાંતિ લાવી શકાશે તેવી વાત જણાવી નવ સંકલ્પો દ્વારા ભારતને મહાસત્તા બનાવી શકાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મોદી સાહેબે પ્રારંભમાં બધાને જય જિનેન્દ્ર કહી જણાવ્યું હતું કે, નવકાર માત્ર મંત્ર નહીં પરંતુ તે "મહામંત્ર" છે.

ગુરૂ ભગવંતો ને કામળી વહોરાવવા નો લાભ ડૉ .કિંજલબેન કૌશિકભાઈ શાહે લીધો હતો. માંડવી છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ તરફથી માંડવી ના લોક લાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું સન્માન ડૉ .કૌશિકભાઈ શાહ,રાહુલભાઈ સંઘવી અને દીપકભાઈ સંઘવી ના હસ્તે થયું હતું. ડૉ.કૌશિક શાહ અને શ્રીમતી ડૉ. કિંજલબેન શાહ નું સન્માન પણ છે કોટી જૈન સંઘે કર્યું હતું.

AIMS SCHOOL : નવકાર મહામંત્રના સામૂહિક જાપના કાર્યક્રમમાં મુલેશભાઈ દોશી, હેમલભાઈ શાહ, દિનેશભાઈ મણીલાલ શાહ, મિતેશભાઇ મહેતા, રાહુલભાઈ સંઘવી, પ્રતિકભાઇ શાહ, જયેશભાઈ શાહ,દીપકભાઈ સંઘવી,પિનાકીનીબેન સંઘવી, ડૉ.પારૂલબેન ગોગરી,ભવ્ય સંઘવી, ઉજાસ દોશી, જુગલ સંઘવી, ધવલભાઈ શાહ, હિરલ શાહ, સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા.

"જીતો"સંસ્થાના મેમ્બર માંડવીના અમિષભાઈ સંઘવીએ માંડવીના કાર્યક્રમને શુભેચ્છા પાઠવી, મુંબઈમાં નવકાર મહામંત્રના જાપમાં જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધી વિધીબેન શાહે કરી હતી.



Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST