SANJAY MUNI SAHEB : લોકમાન્ય ક્રાંતિકારી રાષ્ટ્રસંત આચાર્યશ્રી સંજય મુનિ મહારાજ સાહેબ રાજસ્થાન થી કચ્છ ચાર દિવસ માટે પધાર્યા..
વિશ્વ નવકાર મહામંત્ર દિવસમાં માંડવીના કાર્યક્રમમાં માંડવીમાં નિશ્રા પ્રદાન કરી.
SANJAY MUNI SAHEB : લોકમાન્ય ક્રાંતિકારી રાષ્ટ્રસંત આચાર્યશ્રી સંજય મુનિ મહારાજ સાહેબ (વિશ્વવિખ્યાત અનેક રાજ્યોના રાજ્ય અતિથિ તેમજ અનેક પદોથી વિભૂષિત) શેરે પંજાબ - રાજસ્થાન થી આજે તા.9 /4 ને બુધવારના ચાર દિવસ માટે કચ્છ પધાર્યા છે.
માંડવી ની એઈમ્સ હોસ્પિટલના જાણીતા અને સેવાભાવી સર્જન ડૉ .કૌશિકભાઈ શાહના આમંત્રણ ને માન આપીને આજે બુધવારે માંડવીની એઈમ્સ સ્કૂલમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસના સામુહિક નવકાર મંત્રના જાપમાં સંજય મુનિ મહારાજ સાહેબે નિશ્રા પ્રદાન કરી હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી અને રાજ્ય /રાષ્ટ્રીય /સમાજ રત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
SANJAY MUNI SAHEB : માંડવીના સમસ્ત જૈન સમાજના ઉપક્રમે પાંચેગચ્છની ચૈત્ર માસની શાશ્વતી આયંબિલ તપની ઓળી ના સંપૂર્ણ લાભાર્થી પરમ પૂજ્ય નયનપૂર્ણા શ્રીજી મ.સા.ની પ્રેરણાથી માતૃશ્રી રશ્મિબેન હરિશભાઈ શાહ પરિવાર (હસ્તે:- ડૉ .કિંજલબેન કૌશિકભાઈ શાહ), હીનાબેન જીતેશભાઈ શાહ તથા હિરલબેન પ્રતિકભાઇ શાહ તા. 4/4/ થી શરૂ થયેલ છે. એ તા. 12/ 4 ના સંપન્ન થતાં આયંબિલ તપના આરાધકોને સામૂહિક પારણા ના કાર્યક્રમમાં તા. 13/ 4 ને રવિવારના રોજ માંડવી ની જૈનપુરી માં પૂજ્ય સંજય મુનિ મ.સા. નિશ્રા પ્રસાદ કરવા રવિવારે ફરી માંડવી પધારશે.
પૂજ્ય સંજય મુનિ મ.સા. ચાર દિવસ દરમિયાન જન કલ્યાણ મેડિકલ હોસ્પિટલ- માંડવી ,શિવમસ્તુ સાધના કેન્દ્ર- શિરવા, દુર્ગાપુર, માનવ મંદિર- બિદડા, ભુજ ,ગાંધીધામ, નખત્રાણા, ભદ્રેશ્વર, વસઈ- તીર્થ, જૈન આશ્રમ, માધાપર, ભુજપુર, મુન્દ્રા,રોહા- કોટડા અને કોટડી મહાદેવપુરી ના ભાવિકોને દર્શન- વંદનનો લાભ આપશે.
આ પણ વાંચો : વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે ૯ મી એપ્રિલને બુધવાર ના રોજ વિશ્વના ૧૦૮ દેશોમાં નવકાર મહામંત્ર દિવસ ઉજવાશે