ANDH APANG : માંડવીના વિકલાંગ કન્યા છાત્રાલયના સ્વાગત કક્ષ ની તક્તિ નું મૂળ માંડવીના પરંતુ હાલે મુંબઈ નિવાસી દાતા પરિવારના હસ્તે અનાવરણ કરાયું.
ANDH APANG : અંધ, અપંગ, મંદબુદ્ધિ અને મુકબધિર જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા 33 વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત 2015 થી કાર્યરત વિકલાંગ કન્યા છાત્રાલય (પાંગળા પોળ સામે-નાગલપુર રોડ) ના સ્વાગત કક્ષની તક્તિનું મૂળ માંડવીના પરંતુ હાલમાં મુંબઈ નિવાસી દાતા પરિવારના હસ્તે અનાવરણ કરાયું હતું.
ANDH APANG : મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ અને વર્તમાન મહામંત્રી ડૉ .ચંદ્રકાંતભાઈ ચોથાણી ના પ્રમુખ સ્થાને વિકલાંગ કન્યા છાત્રાલય માં યોજાયેલા એક કાર્યક્રમમાં માંડવીના સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા.
ANDH APANG : આ કાર્યક્રમમાં દાતા પરિવારના લક્ષ્મીકાંતભાઈ શિવલાલભાઈ શાહ ના હસ્તે સ્વાગત કક્ષની તકિત નું અનાવરણ કરવામાં આવ્યું હતું.
ANDH APANG : પ્રારંભમાં સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. દાતા પરિવારના લક્ષ્મીકાંતભાઈ શાહ અને અતિથિ વિશેષ અશોકભાઈ શાહનું દિવ્યાંગ કન્યાઓએ કંકુ તિલક કરી સ્વાગત સન્માન કર્યું હતું. મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડૉ.ચંદ્રકાંતભાઈ ચોથાણી એ લક્ષ્મીકાંતભાઈ શાહ નું અને અશોકભાઈ શાહ નું સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહ, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી અને સહમંત્રી સુલતાનભાઇ મીર ના હસ્તે શાલ ઓઢાડીને અભિવાદન કરાયું હતું.
ANDH APANG : અત્રે એ ઉલ્લેખનિય છે કે શ્રીમતી યશવંતીબેન કીર્તિચંદ્ર શાહ (માંડવી -કચ્છ ના સ્વ.શાહ ચંચળબેન શિવલાલ ભાણજી ના પુત્રવધુ) કચ્છ- ભુજપુર ના પૂજ્ય માતાજી-પિતાજી સ્વ.શાહ તેજુ બેન ધનજીભાઈ અને સમસ્ત પરિવાર પ્રત્યે અહોભાવ અને આદર સહ સંસ્થાને આપેલ દાનમાંથી સંસ્થાએ છાત્રાલયમાં સ્વાગત કક્ષ નું નિર્માણ કરેલ હોવાનું સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા એ જણાવ્યું હતું.
ANDH APANG : ડૉ.ચંદ્રકાંતભાઈ ચોથાણી અને દિનેશભાઈ શાહે દાતા પરિવારની દિલેરી ને બિરદાવી હતી. પ્રતાપભાઈ ચોથાણી અને સુલતાન ભાઈ મીરે દાતા પરિવારનો આભાર માન્યો હતો. ગૃહમાતા પ્રવિણાબેન તથા સંસ્થાના શૈલેષભાઈ અને પાંચુભા એ વ્યવસ્થા સંભાળી હતી.
આ પણ વાંચો : રાષ્ટ્રસંત આચાર્યશ્રી સંજય મુનિ મહારાજ સાહેબ કચ્છ પધાર્યા..