JAIN : પ્રથમ જ વખત આયંબિલ તપની ઓળી કરનાર ધવલ મહેતાએ માંડવી મા રવિવારે પારણું કર્યું.
ડગાળા (તા. ભુજ) ના પરંતુ હાલમાં માંડવી નિવાસી મહેતા માનવંતીબેન મણિલાલ પાનાચંદના પૌત્ર મહેતા ધવલ ધીરજભાઈ એ પ્રથમ વખત ચૈત્ર માસની શાસ્વતી આયંબિલ તપની 9 દિવસ ની ઓળી નિર્વિગ્ને માંડવી મા સંપન કરતા તા. 13-04 ને રવિવારના તપસ્વી ધવલ મહેતા ને તેના પિતા ધીરજભાઇ મણીલાલ મહેતા, માતા શ્રીમતી સુનિતાબેન ધીરજભાઈ મહેતા તથા ભાઈ મિહિરે માંડવી મા પારણું કરાવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે 9 દિવસ સુધી દિવસ મા એક જ વાર, એક જ સ્થાન પર બેસી ને, ભોજન કરવાનુ હોય છે . આ ભોજન મા સ્વાદ વિનાના ભોજન મા દૂધ, દહી, તેલ, ફળ, શાકભાજી વગેરે કંઈ જ નહીં, સુકા મેવા , ગોળ, સાકર થી બનેલી મિઠાઈ પણ નહીં . દાળ - શાક મા તેલ-મસાલા નહીં, માત્ર મીઠું અને કાળા મરી, બાફેલા કઠોળ, મીઠું નાખી બાંધેલા લોટની રોટલી, સુકા ચણા, ધાણી, મમરા જેવુ ખાઈ, એક જ સમય પેટ ભરવાનું હોય છે. ખાવાનુ આવું સાવ સાદું અને કર્મનિર્જરા થાય અમાપ. એટલે જ સાધુ ભગવન્તો અને સાધ્વીજી ભગવંતો આયંબિલ કરવાની પ્રેરણા આપતા કહે છે કે, " આયંબિલ ની ઓળી તો કર્મ ની થાય હોળી " એમ તપસ્વી ધવલ ના કાકા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આ પણ વાંચો : રાષ્ટ્રસંત આચાર્યશ્રી સંજય મુનિ મહારાજ સાહેબ કચ્છ પધાર્યા..