MUNDRA : મુન્દ્રા તાલુકાના પત્રી ગામે આયંબિલ તપની ઓળી શનિવારે સંપન્ન થતા આજે રવિવારે પારણોત્સવ ઉત્સાહભેર ઉજવાયો.
પત્રી (તા.મુન્દ્રા) માં ચૈત્ર માસની શાશ્વતી આયંબિલ તપની નવ દિવસની ઓળી તા.12/ 4 ને શનિવારે સંપન્ન થતા, આજે તા. 13/ 4 ને રવિવારના સવારના પારણોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો હતો.
આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના કાર્યવાહક પરમ પૂજ્ય તારાચંદ મુનિ અને તેમના શિષ્યો પ્રશાંત મુનિ અને પરમ પૂજ્ય સમપર્ણમુનિ મ.સા.ની પાવન નિશ્રામાં તા. 04/04થી શરૂ થયેલી આયંબિલ તપની ઓળી તા. 12/04 ને શનિવારે સંપન્ન થતા આજે તા. 13/ 4 ને રવિવારે સવારે ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં પારણોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
નવ દિવસની આ આયંબિલ તપની ઓળી માં શ્રાવક- શ્રાવિકા અને સાથે આઠ કોટી જૈન સંઘના કાર્યવાહક તારાચંદ મુનિ અને તેમના શિષ્ય પ્રશાંત મુનિ મ.સા. પણ જોડાયા હતા.
જુદા જુદા દાતાશ્રીઓ તરફથી આયંબિલ તપની ઓળી કરનાર અને છૂટક આયંબિલ કરનાર આરાધકો ને (વ્યક્તિગત) રીતે રૂપિયા 4600 (ચાર હજાર છસ્સો)અને સ્ટીલના ડબ્બા ની ભેટ આપીને અનુમોદના કરવામાં આવી હતી.
સંઘપતિ શાંતિભાઈ સાવલા અને સંઘના ભાઈઓ અને બહેનો એ આયંબિલ તપની ઓળી ને સુપેરે પાર પાડવા જહેમત ઉઠાવી હતી
આ પણ વાંચો : રાષ્ટ્રસંત આચાર્યશ્રી સંજય મુનિ મહારાજ સાહેબ કચ્છ પધાર્યા..