THE INDIAN SOCIOLOGIST

દિયા દિપકભાઈ સોનીએ ડિસ્ટ્રીક્શન સાથે પ્રથમ શ્રેણી મેળવી

કેદાર મ્યુઝિક એકેડેમી માં સંગીતની તેજસ્વી તાલીમાર્થી માંડવીની દિયા દિપકભાઈ સોનીએ ડિસ્ટ્રીક્શન સાથે પ્રથમ શ્રેણી મેળવી માંડવી નું ગૌરવ વધાર્યું.


માંડવી ની કેદાર મ્યુઝિક એકેડમી ના જય ભાઈ ગઢવી પાસે હાર્મોનિયમ સાથે ગાયકી શીખતી તેજસ્વી છાત્રા દિયા દિપકભાઈ સોની એ અખિલ ભારતીય ગાંધર્વ મહા વિદ્યાલય મંડલ-મુંબઈ આયોજિત પ્રવેશિકા પૂર્ણમ પરીક્ષામાં હાર્મોનિયમ સાથે ગીત ગાઈ ડિસ્ટ્રિક્શન સાથે પ્રથમ શ્રેણી માં સિદ્ધિ મેળવીને માંડવી નું ગૌરવ વધારેલ છે .

દિયા દિપકભાઈ સોની માંડવી ની શેઠ ખેમજી રામદાસ કન્યા વિદ્યાલય માં ધોરણ સાતમાં અભ્યાસ કરે છે. દિયા સોની આ અગાઉ એકપાત્રિય અભિનયમાં પણ કચ્છ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવેલ હતું. તેમજ વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે ગાંધીનગરમાં "કમલમ" ખાતે 'સબ કે રામ' સંગીત સ્પર્ધામાં પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય નંબર મેળવીને કચ્છ જિલ્લાનું ગૌરવ વધારેલ હોવાનું માંડવી ના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

દિયા સોની માંડવીના જાણીતા એડવોકેટ અને નોટરી તેમજ માંડવી ની સોની જ્ઞાતિના પ્રમુખ દિપકભાઈ પ્રભુલાલ સોની ની સુપુત્રી થાય છે.

આમ દિયા દિપકભાઈ સોનીએ શાળા પરિવાર તથા સમગ્ર માંડવી શહેર તથા ગિરનારા પરજીયા સોની જ્ઞાતિ-માંડવી અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીનું ગૌરવ વધારતા શાળા તેમજ ઠેર ઠેર થી દિયા સોની ને અભિનંદન મળી રહ્યા છે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST