સ્વ.શિક્ષિકાઓની સ્મૃતિમાં જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની સાત પ્રાથમિક શાળાઓના તેજસ્વી તારલાઓને રોકડ શિષ્યવૃતિ અપાશે.
જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈનનુતન પ્રાથમિક શાળા નં - ૩ ના નિવૃત્ત શિક્ષિકા સ્વ.સુશીલાબેન હાથીભાઈ શાહ અને ગોકુલદાસ બાંભડાઈ પ્રાથમિક ગ્રુપ શાળાના નિવૃત્ત શિક્ષિકા સ્વ.વિમળાબેન હાથીભાઈ શાહની સ્મૃતિમાં માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના મંત્રી દિલીપભાઈ જૈન તરફથી, જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની ૭ (સાત) પ્રાથમિક શાળાના વાર્ષિક પરીક્ષામાં ધોરણ ૩ થી ૮ માં પ્રથમ નંબરે પાસ થનાર તેજસ્વી તારલાઓને રોકડ પારિતોષિક આપી સન્માન કરવામાં આવશે.
આ સાત પ્રાથમિક શાળામાં જૈનનૂતન પ્રા. શાળા નં ૩, તાલુકા ગ્રુપ શાળા નં. ૧, ખલ્ફાનભાઈ દામાણી પ્રા. શાળા, ઈબ્રાહીમ પબાણી કન્યાશાળા, રતનશી મૂળજી કન્યાશાળા, ડો.જયંત ખત્રી પ્રા. શાળા અને મસ્કા ઓકટ્રોય (પ્રો. કે.ટી.શાહ પ્રા. શાળા) નો સમાવેશ થતો હોવાનું માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આ પણ વાંચો : ડાંગ જિલ્લાના કલેક્ટર તરીકે સુશ્રી શાલિની દુહાને ચાર્જ સંભાળ્યો.