THE INDIAN SOCIOLOGIST

Dearness Allowance : પેન્શનરોને કેન્દ્ર સરકારના ધોરણે 2025 થી મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો જાહેર કરવા રજૂઆત

Dearness Allowance : પેન્શનરોને કેન્દ્ર સરકારના ધોરણે 2025 થી મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો જાહેર કરવા રજૂઆત

Dearness Allowance : ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને કેન્દ્ર સરકારના ધોરણે જાન્યુઆરી 2025 થી મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો જાહેર કરવા કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજે રાજ્ય કક્ષાએ રજૂઆત કરી.

Dearness Allowance : ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને, કેન્દ્ર સરકારના ધોરણે, જાન્યુઆરી 2025 થી મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો જાહેર કરવા અને જાન્યુઆરી 2025 થી માર્ચ 2025 સુધી ત્રણ મહિનાનું મોંઘવારી ભથ્થા નું એરિયર્સ એકી સાથે આપવા કચ્છ જિલ્લા નિવૃત પ્રાથમિક શિક્ષક સમાજે રાજ્યકક્ષાએ રજૂઆત કરેલ છે.

Dearness Allowance : કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજ ના પ્રમુખ રશ્મિભાઈ પંડ્યા, મહામંત્રી પ્રજ્ઞેશભાઈ છાયા અને પ્રવક્તા દિનેશભાઈ શાહ ના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરી 2025 થી મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરતાં, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરી 2025 થી 53 ટકા ને બદલે 55 ટકા લેખે મોંઘવારી ભથ્થુ મળશે.

Dearness Allowance : ગુજરાત સરકાર ના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાણામંત્રી માનનીય કનુભાઈ દેસાઈ સાહેબને અલગ અલગ પત્રો લખીને, ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને, કેન્દ્ર સરકારના ધોરણે, જાન્યુઆરી 2025 થી મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવા અને જાન્યુઆરી 2025 થી માર્ચ 2025 સુધી ત્રણ માસનું મોંઘવારી ભથ્થા નું એરિયર્સ એકી સાથે આપવા લેખિત રજૂઆત સંગઠને કરેલ હોવાનું કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રવક્તા દિનેશભાઈ શાહે ,એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST