FREE NETRA YAGNA : માંડવીમાં યોજાયેલા નિઃશુલ્ક નેત્ર નિદાન અને સારવાર કેમ્પનો માંડવી સહિત ત્રણ તાલુકાના 50 દર્દીઓએ લાભ લીધો.
દવા પણ નિઃશુલ્ક અપાઈ. ઓપરેશન લાયક 15 દર્દીઓના ઓપરેશન ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં નિઃશુલ્ક કરી અપાશે.
FREE NETRA YAGNA : માંડવીના સેવા મંડળ અને ભોજાય સર્વોદય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે" મોતિયા મુક્ત કચ્છ અભિયાન "અંતર્ગત આંખોની તપાસણી નો અને સારવારનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ તાજેતરમાં માંડવીના સેવા મંડળના મંછારામ બાપુના વાડા ( ભીડબજાર), માંડવીમાં યોજાયેલા કેમ્પમાં, માંડવી, મુન્દ્રા અને અંજાર તાલુકાના એમ કુલ ત્રણ તાલુકાના 50 દર્દીઓએ લાભ લીધો હતો.
FREE NETRA YAGNA : ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલના ડૉ.સતિષભાઈ જોશી એ આંખોની તપાસણી કરી યોગ્ય માર્ગદર્શન આપેલ હતું. દર્દીઓને દવા પણ નિઃશુલ્ક અપાઈ હતી. આ મેડિકલ કેમ્પમાં ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલના લક્ષ્મીચંદભાઈ ગોસર, યશ દીપ જાડેજા અને જગદીશભાઈ સોલંકી સહયોગી રહ્યા હતા.
FREE NETRA YAGNA : આ કેમ્પમાં માંડવી શહેર ઉપરાંત માંડવી તાલુકાના, શિરવા, ગઢસીસા, રતડીયા, ભારાપર, ઉનડોઠ,અને મેરાઉ તેમજ મુન્દ્રા તાલુકાના રામણીયા અને અંજાર સહિત કુલ 50 (પચાસ ) દર્દીઓએ લાભ લીધો હતો. જે પૈકી 15 દર્દીઓને ઓપરેશનની જરૂર હોતા તેમના ઓપરેશન, ભોજાય ગામમાં ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં નિઃશુલ્ક કરી અપાશે. ભોજાય આવવા- જવાની વ્યવસ્થા માંડવી સેવા મંડળ તરફથી નિઃશુલ્ક કરી અપાશે.
FREE NETRA YAGNA : માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને સેવા મંડળના ટ્રસ્ટી મંડળના ભગવતી પ્રસાદભાઈ મોથારાઈ, ચંદ્રશેનભાઈ શાહ, જયેશભાઈ જી. શાહ,ભાવિનભાઈ શાહ તથા દિનેશભાઈ શાહે કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સેવા મંડળના સ્ટાફના દીપકભાઈ સોની, રમેશભાઈ ઓધવાણી, રેખાબેન સોની અને ડોલી બહેન રાઠોડ કેમ્પમાં સહયોગી રહ્યા હતા.
FREE NETRA YAGNA : ભોજાય સર્વોદય ટ્રસ્ટ અને માંડવીના સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે, દર મહિનાના પહેલા રવિવારે,માંડવીના સેવા મંડળના મંછારામ બાપુના વાડા (ભીડબજાર) માંડવીમાં, આંખોની તપાસણી અને સારવારનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખવામાં આવતો હોવાનું ભોજાય સર્વોદય ટ્રસ્ટના ચેરમેન લીલાધરભાઇ ગડા (અધા) અને માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને ટ્રસ્ટી મંડળે જણાવ્યું હતું
આ પણ વાંચો : વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે ૯ મી એપ્રિલને બુધવાર ના રોજ વિશ્વના ૧૦૮ દેશોમાં નવકાર મહામંત્ર દિવસ ઉજવાશે