THE INDIAN SOCIOLOGIST

MAHAVIR JANMA KALYANAK DIVAS : મહાવીર જન્મ કલ્યાણક દિવસની તા.10/ 4 ને ગુરૂવારના રોજ ઉત્સાહભેર ઉજવણી થશે.

MAHAVIR JANMA KALYANAK DIVAS : મહાવીર જન્મ કલ્યાણક દિવસની તા.10/ 4 ને ગુરૂવારના રોજ ઉત્સાહભેર ઉજવણી થશે.


માંડવી જૈન ગુર્જર સમાજ જાગૃતિ અભિયાન મંચના ઉપક્રમે મહાવીર જન્મ કલ્યાણક દિવસની દાતાશ્રીઓના સહકારથી માંડવીમાં જીવ દયા ભક્તિ -સાધર્મિક ભક્તિ- અનુકંપા ભક્તિ અને તપસ્વી ભક્તિ જેવા ચતુર્થ કાર્યો થી ઉજવણી થશે.

MAHAVIR JANMA KALYANAK DIVAS : માંડવી જૈન ગુર્જર સમાજ જાગૃતિ અભિયાન મંચના ઉપક્રમે તા.10/ 4 ને ગુરૂવારના રોજ મહાવીર જન્મ કલ્યાણક દિન ની દાતાશ્રીઓના સહકારથી માંડવીમાં જીવદયા ભક્તિ- સાધર્મિક ભક્તિ- અનુકંપા ભક્તિ અને તપસ્વી ભક્તિ જેવા ચતુર્થ કાર્યોથી ઉત્સાહભેર ઉજવણી થશે.

અચલગચ્છ જૈન સંઘના પરમ પૂજ્ય ગણિવર્ય રાજરત્નસાગરજી મ.સા.ની પ્રેરણાથી,જીવદયા ભક્તિમાં, દાતા પરિવાર માતૃશ્રી રંજનબેન વિરસેનભાઇ વસા ( હસ્તે :-સુપુત્ર જયેશ, વડોદરા- માંડવી) ના સૌજન્યથી પંખીઓ માટે 125 કિલો ચણ, ગાયોની નીરણ માટે 400 કિલોગ્રામ લીલો ચારો તથા શ્વાનો માટે 20 કિલોગ્રામ બિસ્કીટ આપવામાં આવશે.

MAHAVIR JANMA KALYANAK DIVAS : સાધર્મિક અનુકંપા ભક્તિમાં, દાતા પરિવાર, માતૃશ્રી ભાગ્યવંતીબેન પ્રભુલાલ શાહ પરિવાર (હસ્તે:- સુપુત્ર, હિતેશભાઈ શાહ, વડોદરા -માંડવી વાલા) તરફથી માંડવી શહેરના જૈન સમાજના જરૂરત મંદ સાધર્મિક પરિવારો તથા આવેલા દહેરાસરો -ઉપાશ્રય- સ્થાનકો- આયંબિલ શાળા વગેરે સંસ્થાઓ તથા પૂજારી- કર્મચારીઓને ટ્રાવેલિંગ બેગ તથા મિષ્ટાન પેકેટ આપવામાં આવશે. માતૃશ્રી ગુલાબબેન મનસુખલાલ શાહ પરિવાર તથા માતૃશ્રી જીવતીબેન કેશવલાલ સંઘવી પરિવાર તરફથી મિષ્ટાન પેકેટ આપવામાં આવશે.

તપસ્વી ભક્તિમાં, આયંબિલ શાળાને દાતા પરિવાર માતૃશ્રી જીવતીબેન કેશવલાલ સંઘવી પરિવાર ( હસ્તે:- શ્રીમતી રેખાબેન નટવરભાઈ સંઘવી, મુંબઈ- માંડવી ) તરફથી 25 ખુરશી આપવામાં આવશે.

MAHAVIR JANMA KALYANAK DIVAS : અનુકંપા ભક્તિમાં, માંડવીના શાંતિનાથજી જૈન દેરાસર (સોના- ચાંદી બજાર) પાસે પાણીનો પરબ શરૂ કરાશે. પાણીના પરબ માટે, અચલગચ્છ જૈન સંઘ માંડવી, માતૃશ્રી જશુમતીબેન મણીલાલભાઈ વોરા ( હસ્તે:- ચેતનભાઇ વોરા, માંડવી), શ્રીમતી જ્યોતિબેન અરવિંદભાઈ શાહ- માંડવી અને શ્રીમતી કુસુમબેન કિરણભાઈ સંઘવી- માંડવી નો આર્થિક સહયોગ મળેલ હોવાનું સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહ અને માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ મણીલાલ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST