GIANTS GROUP OF MANDVI : યુનિટ 09 ની યુનિટ કાઉન્સિલ યોજાઈ
GIANTS GROUP OF MANDVI : યુનિટ 09 યુનિટ કાઉન્સિલ મીટીંગ આજરોજ યુનિટ ડાયરેકટર શ્રી યોગેશ કુમાર મહેતા ના અધ્યક્ષ સ્થાને માંડવી જાયન્ટ્સ કાર્યાલય ખાતે યોજવામાં આવી.
GIANTS GROUP OF MANDVI : આ યુનિટ કાઉન્સિલ માં ફેડરેશન 3 બી ના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી યોગેશભાઈ ત્રિવેદી, યંગ જાયન્ટ્સ ડિવિઝન ઓફિસર દિપકભાઈ સોની, યુનિટ ઓફિસર કલ્પના બેન જોશી ગૃપ પ્રેસિડેન્ટ હિંમતસિંહ જાડેજા વાઈસ પ્રેસિડેન્ટ ભરતભાઈ કપટા ના વરદ્ હસ્તે દિપ પ્રાગટય તથા જાયન્ટ્સ પ્રાર્થના દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્વ મુનિરા નાના ચુડાસમાના દિવ્ય આત્મા ની પરમ શાંતિ માટે બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું.શાબ્દિક સ્વાગત પ્રમુખશ્રી હિંમત સિંહ જાડેજા એ કર્યું હતું . સાહેલી ગૃપ ના મંત્રી રજનીબા એ છેલ્લા 3 માસ માં થયેલ પ્રોજેક્ટ નો ચિતાર આપ્યો હતો. જાયન્ટસ ગૃપ ઓફ માંડવી ના મંત્રી યોગેશચંદ્ર ભટ્ટે ત્રણ માસમાં 30જેટલા પ્રોજેક્ટ ની વિસ્તૃત માહિતી આપી હતી.
GIANTS GROUP OF MANDVI : આ યુનિટ કાઉન્સિલ માં ફેડરેશન વાઈસ પ્રેસિડેન્ટ યોગેશ ભાઈ ત્રિવેદી એ ટ્રેનિંગ મોડ્યુલ ની સમજ આપી હતી તથા કરી શકાય તેવા પ્રોજેક્ટ ની છણાવટ કરી હતી, દિપકભાઈ સોની અને કલ્પના બેન જોશી એ તમામ મેમ્બરો ને લોક ઉપયોગી સેવાકીય પ્રવૃતિઓ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તથા આગામી પ્રોજેક્ટ્સ પ્રોગ્રામ ની માહિતી આપી હતી.
GIANTS GROUP OF MANDVI : અધ્યક્ષ સ્થાને યુનિટ ડાયરેકટર શ્રી યોગેશ કુમાર મહેતા એ ડાયનેમિક ટીમ ને જરુરીયાત વાળા લોકો ને મદદરૂપ થવા લોક ઉપયોગી પ્રોજેક્ટ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તથા સમયાંતરે તમાંમ મેમ્બર ને પ્રોજેક્ટ માં જોડવા તાકીદ કરી હતી.
GIANTS GROUP OF MANDVI : આભાર વિધિ ખજાનચી પરેશભાઈ અધેરા એ કરી હતી જ્યારે સમગ્ર યુનિટ કાઉન્સિલ નું સંચાલન યોગેશ ચંદ્ર ભટ્ટે કહ્યું હતું. આ યુનિટ કાઉન્સિલ માં સાહેલી ગૃપ ના પૂર્વ પ્રમુખ જ્યોતિબેન મોતા આઈ.પી.પી રાજેશ્વરીબેન સાધુ, ઉપપ્રમુખશ્રી વિભાબેન ઓઝા, ખજાનચી બંસરીબેન શુરુ સોશિયલ મીડિયા ઓફિસર રાજેશભાઈ સોની , સહમંત્રી પિયુષભાઈ પંચાલ, પર્યાવરણ ચેરમેન પરીનભાઈ વાંઝા હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : જન સમર્થન મેળવવા માટે "માંડવી સર્વાંગી વિકાસ પરિષદે" કારોબારી ની બેઠકમાં નિર્ણય લીધો.