THE INDIAN SOCIOLOGIST

PRABHABEN VASA : સ્વ. પ્રભાબેન વસાની તૃતિય વાર્ષિક પુણ્યતીથીની માંડવીમાં જીવદયા અને માનવસેવાના કાર્યો કરીને ઉજવાઈ

PRABHABEN VASA : સ્વ. પ્રભાબેન વસાની તૃતિય વાર્ષિક પુણ્યતીથીની માંડવીમાં જીવદયા અને માનવસેવાના કાર્યો કરીને ઉજવાઈ


PRABHABEN VASA : માંડવીની શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયના પૂર્વ આચાર્યા સ્વ. પ્રભાબેન વસાની તૃતિય વાર્ષિક પુણ્યતીથીની માંડવીમાં જીવદયા અને માનવસેવાના કાર્યો કરીને ઉજવાઈ

માંડવીની શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયના પૂર્વ આચાર્ય અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા સ્વ. પ્રભાબેન વસાની માંડવીની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓના માધ્યમથી જીવદયા અને માનવસેવાના કાર્યો કરીને ઉજવાઈ હતી. તેમજ શ્રી સેવામંડળમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ પણ તા. ૨૮-૩ ને શુક્રવારના યોજાયો હતો.

PRABHABEN VASA : માંડવીના સેવામંડળના મંછારામ બાપુના વાડામાં સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ પદે, પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંસ્થાના પ્રમુખ અશોકભાઈ શાહ, ટ્રસ્ટી જયેશભાઈ જી. શાહ અને દિનેશભાઈ મણીલાલ શાહે, શિક્ષણક્ષેત્રે પ્રભાબેન, વસાની સેવાની નોંધ લઈ તેમના માર્ગદર્શન થી શરૂ થયેલાં નિઃશુલ્ક કોચીંગ કલાસ આજે પણ ચાલે છે. એમ જણાવી સ્વ. પ્રભાબેન વસાને શ્રધ્ધાંજલિ અર્પી હતી.

શ્રી સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, ટ્રસ્ટીઓ સર્વશ્રી ભગવતીપ્રસાદ મોથારાઈ, ચંદ્રસેનભાઈ શાહ, જયેશભાઈ જી. શાહ, ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ શાહ તેમજ ડો. પુલિનભાઈ વસા, ડો. પ્રાંચીબેન પંડયા, ડો. રાજવીબેન ખત્રી, ડો. જિજ્ઞા, ડો. હિરલબેન પઢારીયા અને સેવામંડળના સ્ટાફે, સ્વ. પ્રભાબેન વસાને પુષ્પાંજલિ દ્વારા શ્રધ્ધાંજલિ અર્પી હતી.

PRABHABEN VASA : સ્વ. પ્રભાબેન વસાના જામનગર નિવાસી ભત્રીજા અતુલભાઈ વસા અને ડો. દક્ષાબેન અતુલભાઈ વસાએ માંડવીના સેવામંડળને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે રૂપિયા ૧૧૦૦૦/- નું દાન આપેલ હતું. આ ઉપરાંત માંડવીની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી, માણીભદ્રવીર દાદા ગ્રુપ, શાહ એન્ડ શ્રમજીવી ગ્રુપ, જલારામ સેવા ટ્રસ્ટ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી, બહેરામુંગા વિદ્યાલય, નવજીવન જીવદયા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ એક પગલું, શ્રી જલારામ નિઃશુલ્ક ટીફીન સેવા વગેરેના માધ્યમથી, સ્વ.પ્રભાબેન વસાના જામનગર નિવાસી ભત્રીજા, અતુલભાઈ વસા અને ડો. દક્ષાબેન અતુલભાઈ વસાના સૌજન્યથી, જીવદયા અને માનવસેવાના કાર્યો કરીને, સ્વ. પ્રભાબેન વસાની તૃતીય વાર્ષિક પુણ્યતીથી ઉજવાઈ હતી.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST