JAINACHARYA : આચાર્યશ્રી રાજરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ માંડવી પધારતા તેમનું ભવ્યાતિભવ્ય સામૈયુ
JAINACHARYA : તપગચ્છ જૈન સંઘના ધર્મસુરી સમુદાયના આચાર્યશ્રી રાજરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા ૨૨ અને પૂજ્ય સાધ્વીજી વિશ્વામિત્રશ્રીજી આદિ ઠાણા ૧૨ સહિત કુલ ૩૪ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવાન તો તારીખ ૦૫/૦૪ ને શનિવારના માંડવી પધારતા તેમના ભવ્યાતિભવ્ય સામૈયામાં માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચે ગચ્છના ભાઈઓ અને બહેનો ઉમટી પડ્યાં હતાં.
માંડવીના બંદર રોડ ઉપર આવેલી પંજાબ નેશનલ બેંક પાસેથી મહાવીર બેન્ડ પાર્ટીના સુર સાથે નીકળેલા ભવ્યાતિભવ્ય સામૈયામાં "ગુરુજી અમારો અંતરનાદ, અમને આપો આશીર્વાદ" જેવા ગગન ભેદી સૂત્રોચાર સાથે વાતાવરણ ધર્મમય બની ગયું હતું.
JAINACHARYA : આ સામૈયામાં તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ, મંત્રી વિરલભાઈ વાડીલાલ શાહ તેમજ જૈન અગ્રણીઓ ભરતભાઈ ડગાળાવાલા, દર્શનભાઈ શાહ, દિનેશભાઈ મણીલાલ શાહ, ડૉ. નિમિષભાઈ મહેતા, તરુણભાઈ મહેતા, મયુરભાઈ શાહ, જયેશભાઈ જી. શાહ, રાજેન્દ્રભાઈ શાહ, પુનિતભાઈ ભાછા, વસંતભાઈ સંઘવી, સંજયભાઈ ડગાળાવાલા, ભૂજંગીભાઈ સંઘવી સહિત બહોળી સંખ્યામાં પાંચેગચ્છના ભાઈઓ અને બહેનો જોડાયા હતા.
કાંઠા ઉપરથી પ્રસ્થાન થયેલાં આ સામૈયુ જૈન નુતન પ્રાથમિક શાળા અને કે.ટી.શાહ રોડ પરથી પસાર થઈ શીતલ પાર્શ્વ જિનાલય પહોંચ્યું હતું. ત્યાં કલાપ્રભસૂરી આરાધના ભવનમાં જૈનાચાર્ય પૂજ્ય રાજરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબે ભાવિકોને સંબોધતા જણાવ્યું હતું કે બીજાના સુખમાં સહભાગી બનતા શીખો, એમાં જ બધાનું કલ્યાણ છે. તેથી મોક્ષમાર્ગ પણ સરળ બની જશે. તેમણે જુદી જુદી આરાધનાઓ વિશે ભાવિકોને વિગતે સમજ આપી હતી. સમ્યક જ્ઞાન દર્શન અને આદિ વિશે સમજણ આપી. વધુમાં સ્વાદની લાલસાનો ત્યાગ કરી આયંબિલ તપની આરાધના કરવા આહવાન કર્યું હતું.
JAINACHARYA : અત્રે એ ઉલ્લેખનીય છે કે ધર્મસુરી સમુદાયના આચાર્યશ્રી રાજરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા ૩૪ પ્રથમ જ વખત કચ્છ પધાર્યા છે. તેમનું આગામી ચાતુર્માસ અમદાવાદમાં હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
પ્રારંભમાં તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહે સામૂહિક વંદના કરાવી હતી. આ પ્રસંગે નવકારશીના લાભાર્થી હરનીશભાઈ અરૂણભાઇ શાહ તથા અમદાવાદથી પધારેલ અશોકભાઈ શાહ અને ગૌતમભાઈ શાહનું માંડવી તપગચ્છ જૈન સંઘ તરફથી ટ્રસ્ટી મંડળે સન્માન કર્યું હતું.
JAINACHARYA : આજે માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચે ગચ્છની નવકારશીનો લાભ માતુશ્રી મંજુલાબેન મોહનલાલ વછરાજ શાહ પરિવાર હસ્તે- અરુણાબેન અરૂણભાઇ શાહે લીધો હતો. પાંચે ગચ્છની નવકારશી JRD શાહ ધાર્મિક ભક્તિ હોલમાં રાખવામાં આવી હતી
આ પણ વાંચો : દિવ્યાંગ ભાઈ ને દાતાના સહયોગથી, ટ્રાયસિકલ અર્પણ