NAVKARMANTRA DAY : વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે ૯ મી એપ્રિલને બુધવાર ના રોજ વિશ્વના ૧૦૮ દેશોમાં નવકાર મહામંત્ર દિવસ ઉજવાશે
NAVKARMANTRA DAY : ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ પણ જોડાશે
માંડવીની એઇમ્સ સ્કૂલમાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના મુખ્ય મહેમાન પદે ટીવી ચેનલ પર લાઈવ પ્રસારણ થશે
વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે જીતો દ્વારા વિશ્વ નવકાર મહામંત્ર દિવસ આત્માની આધ્યાત્મિક યાત્રા તા.૦૯-૦૪ ને બુધવારના યોજાશે.
NAVKARMANTRA DAY : વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે તા.૦૯-૦૪ ને બુધવારના સવારના ૦૮-૦૧ થી ૯-૩૬ સુધી નવકાર મહામંત્રનો સામૂહિક જાપના કાર્યક્રમમાં વિશ્વના ૧૦૮ દેશોના લાખો લોકો ભાગ લેશે તેમજ ૬૦૦૦( છ હજાર) થી વધુ સ્થળોએ અનેક ટીવી ચેનલ પર લાઈવ પ્રસારણ થશે.
નવકાર મહામંત્રના સામૂહિક જાપના કાર્યક્રમમાં આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી પણ જોડાશે. આપણે બધા જ જીતોના આ વિશ્વ શાંતિ અને કલ્યાણ માટેના યજ્ઞમાં પોતે જોડાઈને પોતાનું યોગદાન આપીએ એ ઇચ્છનીય છે.
NAVKARMANTRA DAY : માંડવીની અંગ્રેજી માધ્યમની જાણીતી એઇમ્સ સ્કૂલ મા માંડવીના લોક લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના મુખ્ય મહેમાન પદે, નગરજનો વ્હાઇટ ડ્રેસ કોડમાં જોડાનાર હોવાનું શાળાના આચાર્ય અને જીતો ભુજ તથા જીતો લેડીસ વિંગના સભ્ય શ્રીમતી કિંજલબેન કૌશિકભાઇ શાહ તેમજ જીતો ભુજના સભ્ય ડૉ. કૌશિકભાઇ શાહ અને અમિષભાઈ સંઘવીએ જણાવ્યું હોવાનું માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ સાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
આ પણ વાંચો : દિવ્યાંગ ભાઈ ને દાતાના સહયોગથી, ટ્રાયસિકલ અર્પણ