THE INDIAN SOCIOLOGIST

MANDVI-KUTCH : માંડવીમાં પ્રથમવાર અજરામર એકઝીબીશન યોજાયું

MANDVI-KUTCH : માંડવીમાં પ્રથમવાર અજરામર એકઝીબીશન યોજાયું 

MANDVI-KUTCH :  માંડવી સ્થા. છ કોટી જૈન સંઘ દ્વારા જૈનપુરી ખાતે ગચ્છાધિપતિ, સાધના સમ્રાટ, આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામિ, છોટેગુરૂદેવ પૂ. વિમલચંદ્રજી સ્વામી, પૂ. વિવેકચંદ્રજી સ્વામી આદિ ગુરૂભગવંતો, મહાસતીજીઓની નિશ્રામાં સમસ્ત જૈન સમાજ દ્વારા અજરામર અકઝીબીશનનું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું હતું.

જૈન ઈતિહાસનો અનેક વિષયોના તત્વજ્ઞાનને આલેખતું અજરામર એકઝીબીશનમાં જૈન શાસ્ત્રોમાં રહેલો મહત્વ પૂર્ણ ગહન જ્ઞાન લોકોને સમજાય તે હેતુસર આયોજન કરાયાનું વિમલચંદ્રજી સ્વામીએ જણાવી આ સમગ્ર આયોજનમાં સહભાગી તમામને તેમણે આશીર્વાદ પાઠવ્યા હતા.

પૂ. હંશશ્રીજી મહાસતીજીએ જૈનધર્મમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન દ્વારા શીખવવામાં આવેલ ૭૨ કળ । પુરૂષો માટે અને ૬૪ કળા સ્ત્રીઓ માટે, એ કળાને ઉજાગર કરવા માટે અને જ્ઞાન પ્રગટ રીતે લોકો સમક્ષ મૂકવા માટેનું નવતર આયોજન અજરામર એકઝીબીશનનો હોવાનું જણાવેલ.

MANDVI-KUTCH :  પૂ. હંશાબાઈ મહાસતીજી, પૂ. વિશ્વાસીનીબાઈ મહાસતીજી, પૂ. કોમલબાઈ મહાસતીજી, પૂ. રચનાબાઈ મહાસતીજી, આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘના, પૂ. અર્ચનાબાઈ મહાસતીજી, આદિ ઠાણા અચલગચ્છ જૈન સંઘના પૂ. દિવ્યકીરણાશ્રીજી આદિ, સાધ્વીજી ભગવંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા.



એકઝીબીશનના મુખ્ય લાભાર્થી અને ઉદ્ઘાટા વીર ભવનભાઈ શાહ અને સહયોગી અરીહા સ્વીટી પ્રતીક સંઘવી હસ્તે શોભાબેન યોગેશભાઈ પટવા રહ્યા હતા. વીર ભવન શાહને શાફો, માળા અને શાલથી પુનિતભાઈ લાકડાવાળ 1, જયેશભાઈ શાહ એ સન્માન કર્યું હતું જયારે શોભાબેન યોગેશભાઈ પટવાનું ચિંતનભાઈ મહેતા, અશ્વીનભાઈ મહેતા અને રાહુલભાઈ સંઘવીએ સન્માન કર્યું હતું. નિર્ણાયક તરીકે ભુજ થી આવેલ કલાબેન શેઠ તથા નિરાલીબેન શાહનું નીકીબેન શાહ તથા ભ્રાંતીબેન મહેતાએ સન્માન કર્યું હતું.

માંડવીના છ એ સંઘના મહિલા મંડળો અને ત્રણેય પાઠશાળાના બાળકોએ છેલ્લા ૧૫ દિવસથી મહેનત કરી ૧૪ જેટલી અલગ-અલગ કૃતિઓ રજૂ કરી માંડવી સમસ્ત જૈન સમાજ તથા જૈનેતર સમાજને ભાવ વિભોર બનાવી મૂકેલ.

MANDVI-KUTCH :  અજરામર ગેમ ઝોનનું ધાર્મિક આયોજન કરાયું હતું. નાના બાળકોએ સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પુનિતભાઈ ભાછાએ અને આભાર વિધિ ચિંતનભાઈ મહેતાએ કરી હતી.

અજરામર એક્ઝીબિશન વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવેલ જેમાં (૧) આઠ કોટી મોટી પક્ષ ચંદનબાળા મહિલા મંડળ (જંબુદ્ધિપ) રૂા. ૬૬૬૬/- (૨) છ કોટિ શ્યામ વિમલ પાઠશાળા (નેમ-રાજુલ) રૂા. ૫૫૫૫/-(૩) બાબાવાડી પાઠશાળા (ગજસુકુમાર) રૂા. ૩૩૩૩/, (૪) તપગચ્છ ત્રિશલા મંડળ (સ્થૂલિભદ્ર કોશા) રૂા. ૨૨૨૨/(૫) અચલગચ્છ શાંતિજિન વહ મંડળ (મલ્લિનાથ) રૂા. ૨૨૨૨/- પ્રોત્સાહન ઈનામ રૂા. ૧૫૫૧/- દરેકને અપાયેલ જેમાં આઠ કોટિ મોટી પક્ષ દિપક વહુ મંડળ, અચલગચ્છ સ્વાધ્યાય મંડળ, પાંચગચ્છની પાઠશાળા, છ કોટિ વિરતિ પુત્રવધુ મહિલા મંડળ, ખરતરગચ્છ મનોહર મહિલા મંડળ, આઠ કોટિ નાની પક્ષ મહિલા મંડળ, તપગચ્છ શીતલ મંડળ, છ કોટિ અજરામર મહિલા મંડળ, ખરતરગચ્છ કુશલ મંડળ નો સમાવેશ થયો હતો. સન્માન દાતા પરિવાર તથા નીખીલેશભાઈ ભંડારી, મયુરભાઈ શાહ, પુનિતભાઈ શાહ, નીકીબેન, ચૈતાલીબેન, ભ્રાંતીબેન શાહે બહુમાન કર્યુ હતું.

દરેક ભાગ લેનારને નીલનભાઈ બાબુલાલ પટવા પરિવાર તરફથી રૂા. ૫૦૦-૫૦૦ ની અનુમોદના કરાયેલ.

MANDVI-KUTCH :  દરેક વિભાગોમાં મુલાકાતીઓએ પોતાના સજેશનો લખી પોતાના ભાવો વ્યકત કરતાં જણાવેલ કે, આવા આયોજનોથી છ કાયના જીવોને અભયદાન અપાયેલ છે અને ૧૪ ગ્રુપના કુલ ૨૫૦ ઉપરાંત ભાગ લેનારાઓને પુણ્યાનું બંધી પૂણ્ય ઉપાર્જન થયું છે.

કાર્યક્રમમાં સંઘપ્રમુખ પુનિતભાઈ ભાછા, પુનિતભાઈ શાહ, જયેશભાઈ શાહ, ચિંતનભાઈ મહેતા, નીતીનભાઈ ગાંધી, અશ્વીનભાઈ મહેતા, રાહુલભાઈ સંઘવી, નીખીલેશભાઈ ભંડારી, કીરણભાઈ સંઘવી, ચંદ્રેશભાઈ શાહ, મહેશભાઈ લાકડાવાળા, દિનેશભાઈ એમ. શાહ, રાજેશભાઈ દોશી વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST