PARNOTSAV : માંડવીમાં 13મી એપ્રિલ ને રવિવારના રોજ આયંબિલ તપની ઓળી નો "પારણોત્સવ" ઉજવાશે.
PARNOTSAV : જૈન સંતોની નિશ્રા અને માંડવીના ધારાસભ્યશ્રી ની ઉપસ્થિતિમાં દાતા પરિવાર તરફથી પાંચે ગચ્છની "નવકારશી" નો કાર્યક્રમ પણ યોજાશે.
PARNOTSAV : રાષ્ટ્રીય સંત શ્રી સંજય મુનિજી મ.સા.ની દિવ્યકૃપા અને છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત સાધના સમ્રાટ ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી- આદિ શ્રમણ- શ્રમણી વૃંદ,અચલગચ્છ જૈન સંઘના પરમ પૂજ્ય દિવ્ય કિરણા શ્રીજી મ.સા. આદિ ઠાણા-2 તથા આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘના પરમ પૂજ્ય અર્ચનાબાઈ મહાસતીજી આદિ ઠાણા -4 ની પાવન નિશ્રા તેમજ માંડવી-મુન્દ્રા મતવિસ્તારના ધારાસભ્ય માનનીય શ્રી અનિરુદ્ધભાઈ દવે ની વિશેષ ઉપસ્થિતિમાં તા.13 /4 ને રવિવારના સવારના 07:30 કલાકે ચૈત્ર માસની શાશ્વતી આયંબિલ તપનો ,પારણોત્સવ માંડવીની જૈનપૂરીમાં ઉજવાશે.
PARNOTSAV : આયંબિલ તપની નવ દિવસની ઓળી નો સંપૂર્ણ લાભ લેનાર માતૃશ્રી રશ્મિબેન હરિશભાઈ શાહ, ડૉ.કિંજલબેન કૌશિકભાઈ શાહ, હીનાબેન જિનેશભાઈ શાહ તથા હિરલબેન પ્રતિકભાઇ શાહ તરફથી આયંબિલ તપની સંપૂર્ણ ઓળી તથા તપસ્વીઓના પારણોત્સવ પ્રસંગે દાતા પરિવાર તરફથી માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચે ગચ્છ માટે તા. 13/ 4 ને રવિવારના સવારના 07:30 કલાકે, માંડવીની જૈનપુરીમાં નવકારશી નો કાર્યક્રમ રાખવામાં આવેલ હોવાનું દિનેશભાઈ શાહ અને જયેશભાઈ શાહે જણાવ્યું હતું.
આ પણ વાંચો : રાષ્ટ્રસંત આચાર્યશ્રી સંજય મુનિ મહારાજ સાહેબ કચ્છ પધાર્યા..