VISHVA NAVKAR MAHAMANTRA DAY : વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઈ
VISHVA NAVKAR MAHAMANTRA DAY : આંતરરાષ્ટ્રીય સંસ્થા “જીતો” દ્વારા આયોજીત “વિશ્વ નવકાર મહામંત્ર દિવસ” ની સમગ્ર વિશ્વની સાથે માંડવી છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા આજે તા. ૯-૪ ને બુધવારના ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
VISHVA NAVKAR MAHAMANTRA DAY : છ કોટી જૈન સંઘના પ.પૂ. આચાર્ય ભગવંત અને સાધના સમ્રાટ ભાવચંદ્રજી સ્વામીની પ્રેરણાથી, માંડવીના આઠ કોટી મોટી પક્ષના સ્થાનકમાં ડો. ચિંતન ચંદ્રજી સ્વામી, પૂ. વિવેકચંદ્રજી સ્વામી તથા મહાસતીજીઓ, અચલગચ્છ જૈન સંઘ ના પ.પૂ. દિવ્યકિરણાશ્રીજી મ.સા. તેમજ આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘના ૫.પૂ. અર્ચનાબાઈ મહાસતી આદિ ઠાણા ની પાવન નિશ્રામાં, આજે બુધવારના સવારના ૮ થી ૯.૩૬ વાગ્યા દરમ્યાન વિશ્વ શાંતિ, આધ્યાત્મિક ઉર્જા સાથે શુભપુણ્યના અનુબંધ કરવા માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચે ગચ્છના ૪૫૦ જેટલા ભાવિકો એ ચતુર્વિધ સંઘ સાથે નવકાર મહામંત્રના જાપ કર્યા હોવાનું છ કોટી જૈન સંઘની પ્રમુખ પુનિતભાઈ ભાછા, મંત્રી પુનિતભાઈ શાહ અને ખજાનચી જયેશભાઈ જી. શાહે જણાવ્યું હતું.
VISHVA NAVKAR MAHAMANTRA DAY : નવકાર મહામંત્રની જાપના આ કાર્યક્રમમાં ભાઈઓ સફેદ વસ્ત્રમાં અને બહેનો નવપદના કલર પ્રમાણે વસ્ત્ર ધારણ કરીને, સામાયિક ઉપકરણ સાથે જોડાયા હતા. આ પ્રસંગે છ કોટી જૈન સંઘના ઉદારદિલ દાતાશ્રીઓ આઠકોટી જૈન સંઘ, અચલગચ્છ જૈન સંઘે પ્રભાવના કરવાનો લાભ લીધો હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આ પણ વાંચો : વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે ૯ મી એપ્રિલને બુધવાર ના રોજ વિશ્વના ૧૦૮ દેશોમાં નવકાર મહામંત્ર દિવસ ઉજવાશે