SWAMIVATSLYA : માંડવીમાં નાની પક્ષ જૈન સંઘ તરફથી પાંચેગચ્છનું સ્વામિવાત્સલ્ય યોજાયું
SWAMIVATSLYA : માંડવીમાં મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક દિન ભક્તિભાવ પૂર્વક ઉજવાયો પ્રભુજીની રથયાત્રામાં માંડવીના પાંચેગચ્છના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉમટી પડયા નાની પક્ષ જૈન સંઘ તરફથી પાંચેગચ્છનું સ્વામિવાત્સલ્ય યોજાયું
સમગ્ર વિશ્વને મૈત્રી-કરૂણા–અહિંસા–પ્રેમ અને શાંતિનો દિવ્ય સંદેશ આપનાર, જૈનોના ૨૪મા તિર્થંકર મહાવીર સ્વામી ભગવાનનો જન્મકલ્યાણક દિવસ આજે તા. ૧૦-૪ ને ગુરૂવારના રોજ ભકિતભાવ પૂર્વક ઉજવાયો હતો.
આજે ગુરૂવારે સવારે ૮.૩૦ કલાકે, માંડવીની આંબાબજાર (સોની બજાર) વાળી ધર્મશાળા પાસેથી, રાષ્ટ્રસંત સંજયમુનિ મ.સા., તથા અચલગચ્છ જૈન સંઘના ૫.પૂ. દિવ્યકિરણાશ્રીજી અને હર્ષ કિરણાશ્રીજી મ.સા.ની પાવન નિશ્રામાં ચતુર્વિધ સંઘ સાથે પ્રભુજીની ભવ્યાતિભવ્ય રથયાત્રા નિકળી હતી.
SWAMIVATSLYA : છોટેગુરૂદેવ વિમલચંદ્ર મ.સા.ના મંગલાચરણ અને દિપકભાઈ સંઘવીના શંખનાથ સાથે રથયાત્રાને પ્રસ્થાન (સ્ટાર્ટ) કરાવવાનો લાભ માંડવીના જૈન જાગૃતિ સેન્ટર એ લીધો હતો.
રથયાત્રામાં પ્રભુજીના સારથી બનવાનો લાભ માતુશ્રી સુરજબેન હેમચંદભાઈ બોરીચા પરિવારે, રથમાં પ્રભુજીને લઈને બેસવાનો લાભ સોલંકી રમેશભાઈ રૂપનાથભાઈએ, પ્રભુજીને પોંખવાનો લાભ જિનય ભૌતિકભાઈ શાહે અને રથયાત્રામાં ધર્મધજા લઈને ચાલવાનો લાભ વિધાન જિનેશભાઈ બોરીચા એ લીધો હોવાનું ત્રણગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ અને તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મિડીયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
આઠ કોટી નાની પક્ષ જૈન સંઘ તરફથી આજે ગુરૂવારે માંડવીની જૈનપુરીમાં માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચેગચ્છમાટે સ્વામીવાત્સલ્યનો કાર્યક્રમ યોજાયો હતો તેમજ માંડવીમાં રહેતા જૈનોના ખુલ્લા થરોમાં બુંદિના લાડુના બોક્ષની લાણી કરવામાં આવી હતી.
SWAMIVATSLYA : વાગડ સાતચોવીસી મંડળ તરફથી, મહાવીર સ્વામી ભગવાનના દહેરાસર પાસે વરિયાળી ના પાણીની તથા સાગરવાડી પાસે માતુશ્રી જયાબેન રવિલાલ ગાંધી (હસ્તે : સ્વીટી-ત્યાગી દિનેશભાઈ ગાંધી) તરફથી ઠંડુ પાણી-ઠંડી છાસ તથા ઠંડા દહીંની વ્યવસ્થા રખાઈ હતી. આ ઉપરાંત નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર તરફથી ૫૫૦ પરિવારોને નિઃશુલ્ક છાશનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત જૈન જાગૃતિ સેન્ટર (જે.જે.સી.) તરફથી જૈન આશ્રમના માનસિક વિકલાંગોને ભોજન અપાયું હતું. અને શોભાયાત્રામાં અનુકંપા દાન કરાયું હતું.
મહાવીર બેન્ડ પાર્ટીના સુર-સંગાર્થે, આંબાબજારથી પ્રસ્થાન થયેલ રથયાત્રા જુની શાક માર્કેટ-જુની લાયબ્રેરી-સાંજીપડી–સંઘાડા બજાર-હવેલી ચોક, ડોકટર સ્ટ્રીટ, જુના સ્વામિનારાયણ મંદિર, વિક્રમશી રાઘવજી માર્ગ, અપના બજાર, મહાવીર સ્વામી જિનાલય-છાપરા શેરી-કે.ટી. શાહ રોડ થઈને તપગચ્છ જૈન સંઘના શિતલ–પાર્શ્વ જિનાલયે પહોંચી હતી ત્યાં પ્રભુજીને જિનય ભૌતિકભાઈ શાહ પરિવારે પોંખ્યા હતા.
SWAMIVATSLYA : આ રથયાત્રામાં માંડવી બેનાતના પ્રમુખ મેહુલભાઈ શાહ, ત્રણગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ, જૈન અગ્રણીઓ સર્વશ્રી રાજેન્દ્રભાઈ શાહ, ચંદ્રેશભાઈ શાહ, પુનિતભાઈ ભાછા, દિનેશભાઈ શાહ, જયેશભાઈ શાહ, નિખીલેશ ભંડારી, વસંતભાઈ સંઘવી, ભરતભાઈ ડગાળાવાલા, ડો. નિમિષભાઈ મહેતા, ડો. જય મહેતા, મનોજભાઈ શાહ, જુગલભાઈ સંઘવી, વિરલભાઈ શાહ, દર્શનભાઈ શાહ સહિત પાંચેગચ્છના ભાવિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
આ પણ વાંચો : વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે ૯ મી એપ્રિલને બુધવાર ના રોજ વિશ્વના ૧૦૮ દેશોમાં નવકાર મહામંત્ર દિવસ ઉજવાશે