THE INDIAN SOCIOLOGIST

WOMENS : નારી સાડીમાં લાગે સારી અનોખી સ્પર્ધા મહિલાઓ માટે

WOMENS : નારી સાડીમાં લાગે સારી અનોખી સ્પર્ધા મહિલાઓ માટે

WOMENS : આશાપુરા ફાઉન્ડેશન સંચાલિત આશાપુરા વુમન્સ એકેડમી અને iwc ક્લબ માધાપર ના સયુંકત ઉપક્રમે હિન્દુ નવુ વર્ષની ઉજવણી સંદર્ભે યોજવામાં આવી જેમાં વિવિધ પ્રાંતોમાં પહેરાતી સાડીની ઢબ્બે સાડી પહેરી મહિલાઓએ પોતાનો સામાજિક મેસેજ આપ્યો હતો અને નારી સશક્તિકરણનો પાઠ યાદ કર્યો હતો. એવો કલબના પ્રમુખ ડોક્ટર મમતાબેન ભટ્ટ જણાવ્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી બોલતા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારુલબેન કારાએ સંસ્કૃતિને ટકાવવાનું કામ મહિલાઓના હાથમાં છે તેમ જણાવ્યું હતું અને શ્રીમતી અર્ચના ગાંધીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર રેડવા માટે આવા પ્રોગ્રામો થતા રહેવા જોઈએ. સ્ત્રીઓએ પોતાની સ્વાસ્થ્યની સજાગ રહેવા ડોક્ટર રૂપાલીબેન મોરબીયા કેન્સર ના લક્ષણો વિશેની ચર્ચા કરી હતી

WOMENS : વિવિધ રંગોળી મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી અને તેમાં નવરાત્રી ને લગતુ અને સ્ત્રી સશક્તિકને લગતા મેસેજ સ્લોગન રૂપે મુકાયા હતા રીંકલ રાજાણી કામિની કુબડીયા અને બીનાબેન ભાનુશાલીએ રંગોળી સ્પર્ધા ના નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી સાડી સ્પર્ધા માટે જયશ્રીબેન સોની જાનવીબેન જોશી તથા કંચન વરસાણીએ સેવાઓ આપી હતી.

WOMENS : પ્રથમ ત્રણ નંબર આવેલા ઓને આશાપુરા વિમન્સ એકેડમી ના હસ્મિતાબેન ત્રિવેદી. સંગીતાબેન પુરબીયા અને ગીતાબેન ના હસ્તે ઇના મ અપાયા

WOMENS : પ્રોત્સાહિત ઇનામ તમામ ભાગ લેનારને iw ક્લબની ટીમ અને પારુલબેન કારા ના હાથે અર્પણ કરવામાં આવ્યા

WOMENS : પરિસરમાં સમગ્ર પ્રોગ્રામનું આયોજન અર્ચનાબેન વ્યાસે સંભાળ્યું હતું પ્રોગ્રામ સંચાલન અને ડોક્ટર ખુશ્બુ સરવૈયાએ કર્યું હતું. હીનાબેન માનસત્તાએ આભાર વિધિ કરી કાર્યક્રમ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST