માંડવી નું વિકલાંગ કન્યા છાત્રાલય દિવ્યાંગ છાત્રાઓ માટે આશીર્વાદરૂપ .ધોરણ 6 થી કોલેજ સુધી દિવ્યાંગ છાત્રાઓને નિઃશુલ્ક પ્રવેશ
અંધ ,અપંગ, મંદ બુદ્ધિ અને બહેરા મૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે તારીખ 28 /2 /1993 (33 વર્ષથી) માંડવીમાં સતત કાર્યરત અને આ સંસ્થા સંચાલિત, માંડવીના પાંજરાપોળ સામે- નાગલપુર રોડ ઉપર આવેલ તેમજ જૂન 2015 થી (10 વર્ષથી) કાર્યરત વિકલાંગ કન્યા છાત્રાલય, દિવ્યાંગ છાત્રાઓ( કન્યાઓ) માટે આશીર્વાદરૂપ છે .
સંસ્થા સંચાલિત આ વિકલાંગ કન્યા છાત્રાલયમાં રહીને ધોરણ છ થી કોલેજ સુધીનો અભ્યાસ અને આઈ.ટી.આઈ .માં અભ્યાસ કરતી દિવ્યાંગ કન્યાઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે .હાલમાં પણ પ્રવેશની કાર્યવાહી ચાલુ છે.
આ છાત્રાલયમાં સ્કૂલે જવા -આવવા, વાહનની વ્યવસ્થા, ટ્યુશન, કોમ્પ્યુટર, સંગીત, બ્યુટી પાર્લર તેમજ તેણીની રુચિ પ્રમાણે ટ્યુશન નિઃશુલ્ક આપવામાં આવે છે. છાત્રાલયમાં પ્રવેશ મેળવેલ છાત્રાઓ (કન્યાઓ)ને રહેવા જમવાની નિશુલ્ક વ્યવસ્થા સાથે સ્વાવલંબી બનાવવા સુધીની કાર્યવાહી તેમજ સ્પોકન અંગ્રેજી, સીવણ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી વિનામૂલ્યે કરવામાં આવતી હોવાનું સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા ,મંત્રી દિનેશભાઈ શાહ અને ખજાનચી પ્રતાપભાઈ ચોથાણીએ જણાવ્યું છે.
દિવ્યાંગ કન્યાના પ્રવેશ માટે સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહ Mo.98257 19673 અને સહમંત્રી સુલતાનભાઈ મીર Mo.99134 91950 ઉપર સંપર્ક કરવા સંસ્થાના ઉપપ્રમુખ ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી અને અરવિંદભાઈ શાહ તથા સહજાનચી અશ્વિનભાઈ ગજરા તેમજ વિકલાંગ કન્યા છાત્રાલયના ગ્રહ માતા પ્રવિણાબેન પાટૉડીએ જણાવ્યું છે .
આ પણ વાંચો : માંડવીમાં ભીડભંજન પાર્શ્વનાથ દાદાનો ધ્વજારોહણ કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક રંગેચંગે સંપન્ન થયો