THE INDIAN SOCIOLOGIST

મિહિર શાહે એવરેસ્ટના બેઝ કેમ્પ સુધીની સફર સફળતાપૂર્વક પાર કરી

મિહિર શાહે  એવરેસ્ટના બેઝ કેમ્પ સુધીની સફર સફળતાપૂર્વક પાર કરી



માંડવીના મિહિર શાહે વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટના બેઝ કેમ્પ સુધીની સફર સફળતાપૂર્વક પાર કરીને જૈન સમાજનું ગૌરવ વધાર્યું.

માંડવીના જૈન યુવક શાહ મિહિર રાજેશભાઈ (પાર્શ્વ લેબોરેટરી )એ તાજેતરમાં 27મી એપ્રિલ 2025 ના બપોરના ત્રણ વાગે વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટના બેઝ કેમ્પ સુધીની સફર સફળતાપૂર્વક પાર કરીને માંડવીના જૈન સમાજનું ગૌરવ વધારેલ છે 27મી એપ્રિલના 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને લગભગ 5,640 મીટર ની ઊંચાઈ સુધી પહોંચીને મિહિર શાહે સાહસિક કાર્ય કરેલ છે આટલી લાંબી ઊંચાઈવાળા અને ચારે બાજુ બરફથી આચ્છાદિત વિસ્તારમાં પહોંચેલ હોવાનું માંડવીના જૈન અગ્રણી દિનેશભાઈ શાહ અને જયેશભાઈ જી. શાહે જણાવ્યું હતું. મિહિર શાહને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST