THE INDIAN SOCIOLOGIST

MANDVI NAGARPALIKA : માંડવી નગરપાલિકાના કર્મચારી ભૂપેન્દ્ર સલાટના જન્મ દિવસે શુભેચ્છા કાર્યક્રમ યોજવામાં આવ્યો

 MANDVI NAGARPALIKA : માંડવી નગરપાલિકાના કર્મચારી ભૂપેન્દ્ર સલાટના જન્મ દિવસે શુભેચ્છા કાર્યક્રમ યોજવામાં આવ્યો



MANDVI NAGARPALIKA : માંડવી નગરપાલિકાના કર્મચારી ભૂપેન્દ્ર સલાટે જીવનના ૫૩ વર્ષ પૂર્ણ કરી ૫૪માં વર્ષમાં પ્રવેશ કરતા માંડવી નગરપાલિકાના હરિરામ નથુભાઈ કોઠારી સભાગૃહ ખંડ મધ્યે કેક કાપી જન્મ દિવસની શુભેચ્છા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે અધ્યક્ષ હરેશભાઈ વિંઝોડા અને કારોબારી ચેરમેન વિશાલ ઠકકરે જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર સલાટને જે કામગીરી સોંપવામાં આવે છે તે કામગીરી પૂરી નિષ્ઠા અને ખંતથી કરે છે. જાહેર રજાના દિવસો હોય કે કચેરી સમય ઉપરાંત પણ જયારે કામ સોંપવામાં આવે ત્યારે તેમણે કદી પણ પાછી પાની કરી નથી. નગરપાલિકાના દરેક કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા ભજવી રહયા છે અને નગરપાલિકાના કર્મચારીઓને પોતાનો પરિવાર માન્યો છે. આવનારો સમય સારો અને સુખમયી નીવડે તેવી પ્રભુને દિલથી અરજ કરી જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

MANDVI NAGARPALIKA : મુખ્ય અધિકારી જિજ્ઞેશભાઈ બારોટે ભૂપેન્દ્ર સલાટને જન્મ દિવસે ખુશીથી ભરેલો દિવસ અને અતિ-આનંદથી ભરેલા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. માંડવી નગરપાલિકામાં જે જે પણ મુખ્ય અધિકારી ફરજ બજાવી ગયા છે તેઓ પણ ભૂપેન્દ્ર સલાટની કામગીરીના અનુભવથી સંતોષ વ્યકત કરી ચુક્યા છે. બાંધકામ સમિતિના ચેરમેન રાજેશ કાનાણી, સેનિટેશન વિભાગના ચેરમેન પિયુષ ગૌહિલ, નગર સેવક પારસ સંઘવી વગેરેએ શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમમાં પ્રવિશ સુથાર, હરપાલ ગઢવી, સિધિક પટેલ, ચેતન જોષી, હિતેષ કષ્ટા, જયેશ ભેડા, સેનિટેશન વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન વિભાગ, જન્મ-મરણ અને લગ્ન નોંધણી વિભાગ, પાણી પુરવઠા તાંત્રિક વિભાગ, વેરા વસુલાત વિભાગ, પ્રોપર્ટી ટેક્ષ વિભાગ, આવક-જાવક વિભાગ, રોડ લાઈટ વિભાગ, વ્યવસાય વેરા વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ, એકાઉન્ટન્ટ વિભાગ, કેશીયર વિભાગ, ઈન્ટરનલ ઓડિટ વિભાગ, બાંધકામ વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST