THE INDIAN SOCIOLOGIST

દિવ્યાંગ ભાઈને ટ્રાયસિકલ અને કાઠડા ગામના જરૂરતમંદ ભાઈને સિલાઈ મશીન અર્પણ કરી આત્મનિર્ભર બનાવાયા

દિવ્યાંગ ભાઈને ટ્રાયસિકલ અને કાઠડા ગામના જરૂરતમંદ ભાઈને સિલાઈ મશીન અર્પણ કરી આત્મનિર્ભર બનાવાયા


કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા ગઢશીશા ગામના દિવ્યાંગ ભાઈને ટ્રાયસિકલ અને કાઠડા ગામના જરૂરતમંદ ભાઈને સિલાઈ મશીન વતનપ્રેમી અમેરિકાના દાતાના સહયોગથી અર્પણ કરી આત્મનિર્ભર બનાવાયા

માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીમાં શનિવારે યોજાયો કાર્યક્રમ

કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ - ગોધરા દ્વારા ગઢશીશા ગામના દિવ્યાંગ ભાઈને ટ્રાયસિકલ અને કાઠડા ગામના જરૂરતમંદ ભાઈને સિલાઈ મશીન, વતનપ્રેમી અમેરિકા નિવાસી દાતા "શ્રી હરિ" - સબકા મંગલ હો ના આર્થિક સહયોગથી અર્પણ કરી તા.૧૭-૦૫ ને શનિવારના આત્મનિર્ભર બનાવાયા હતા.
કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ - ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોષીના પ્રયત્નો અને તેમની પ્રેરણાથી, મૂળ કચ્છના પરંતુ હાલમાં અમેરિકા નિવાસી દાતા "શ્રી હરી" - સબકા મંગલ હો તરફથી માનવ સેવાનું ઉત્તમ કાર્ય કરાયું હતું.

માંડવીમાં છેલ્લા ૩૩ વર્ષથી કાર્યરત સંસ્થા "અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી" ના કાર્યાલયમાં તા. ૧૭-૦૫ ને શનિવારના યોજાયેલા કાર્યક્રમમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, લોહાણા બોર્ડિંગના પ્રમુખ અને માંડવીના પૂર્વ નગરપતિ હરીશભાઈ ગણાત્રા, માંડવીના સેવા મંડળ સંસ્થાના પ્રમુખ અશોકભાઈ શાહ તથા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ - ગોધરાના સક્રિય કાર્યકર અને ગોધરા સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય નીતિનભાઈ ચાવડાના હસ્તે ગઢશીશા ગામના દિવ્યાંગભાઈ ગોપાલભાઈ લધાભાઈ રંગાણીને ટ્રાયસિકલ અને કાઠડા ગામના જરૂરતમંદભાઈ દેવરાજભાઈ વાછીયા મહેશ્વરીને ફુલ આંટાનું સિલાઈ મશીન અર્પણ કરીને આત્મનિર્ભર બનાવાયા હતા. આ પ્રસંગે માંડવીના સામાજિક કાર્યકર કિશોરભાઈ ધીરજલાલ શાહ અને ધ્રુવી કિશોરભાઈ શાહે ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા. શૈલેષભાઈ મીઠાવાલા અને નિશાબેન પરમારે પણ સહયોગ આપેલ હતો.

અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી તથા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ - ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોષી, મુંબઈમાં બેઠા બેઠા, કચ્છ જિલ્લા અને માંડવી તાલુકાની ચિંતા કરે છે તે બદલ તેમનો અને અમેરિકાના દાતા પરિવારનો આભાર માન્યો હતો. ગ્રામ વિકાસ સમિતિ - ગોધરાના સક્રિય સેવાભાવી કાર્યકર નીતિનભાઈ ચાવડા એ આભાર દર્શન કરેલ હતું.


Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST