THE INDIAN SOCIOLOGIST

PREPARETION FOR RAIN IN MANDVI : માંડવી નગરપાલિકા દ્વારા આગામી પ્રિ-મોન્સુન માટે વરસાદ માપવાના યંત્ર સાથે ૨૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યાન્વિત કરવામાં આવશે .

 માંડવી નગરપાલિકા દ્વારા આગામી પ્રિ-મોન્સુન માટે વરસાદ માપવાના યંત્ર સાથે ૨૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યાન્વિત કરવામાં આવશે 


PREPARETION FOR RAIN IN MANDVI : માંડવી નગરપાલિકાના અધ્યક્ષ હરેશ વિઝોડા, કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર અને મુખ્ય અધિકારી જિજ્ઞેશ બારોટે વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી પ્રિ-મોન્સુન કામગીરીનાં ભાગરૂપે માંડવી શહેરમાં કેટલા મિલિ મીટર વરસાદ નોધાયો છે. તેની રોજેરોજની માહિતી મળી રહે તે માટે ૧ જુનથી કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે. જે માટે વરસાદ માપવાના ( વેધર મશિન ) યંત્રથી સજ્જ કરવામાં આવ્યું છે. 

ચોમાસા સત્ર દરમિયાન તારીખ વાઈઝ દિવસ-રાત કર્મચારીઓની નિમણુંક કરવામાં આવી છે.
કંટ્રોલ રૂમનો સંપર્ક નંબર ૦૨૮૩૪-૨૨૩૦૧૦
હેડ ક્લાર્ક મનજી પરમાર ૯૭૨૭૩ ૨૩૬૦૯
તેમજ ભુપેદ્ર સલાટ ૯૮૭૯૧ ૧૪૯૦૭ પર નોધાયેલ વરસાદ અંગેની માહિતી મળી રહેશે.

PREPARETION FOR RAIN IN MANDVI : ચોમાસા દરમ્યાન વરસાદને કારણે વૃક્ષો કે ઈમારતો પડી જાય તો શહેરનાં નાગરિકો આ નંબર પર સંપર્ક કરી શકશે. ધરાશયી થયેલ વૃક્ષો અને તૂટી પડેલ ઈમારતોના કાટમાળ ખસેડવા માટે સેનેટરી વિભાગના ઇન્સ્પેક્ટર મુકેશ પુરબીયાના નેતૃત્વ હેઠળ ટીમ બનાવવામાં આવી છે. જેના સંપર્ક નંબર ૭૯૮૪૯ ૧૩૭૭૪ છે.

PREPARETION FOR RAIN IN MANDVI : જયારે પાણી લાઈનમેન રાજેશ ગોરનાં નેતૃત્વ હેઠળ શહેરનાં નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જાય તો તેના નિકાલ માટે ડી-વોટરીંગ પમ્પ સ્ટેન્ડબાય સાથે ટીમને તૈનાત રાખવામાં આવેલ છે. જેના સંપર્ક નંબર ૯૦૯૯૯ ૮૬૪૨૦ છે.





Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST