THE INDIAN SOCIOLOGIST

માંડવીના અર્હમ શાહને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.

માંડવીના અર્હમ શાહે ગાંધીનગર જિલ્લાના તપોવનમાં ધોરણ ૧૨ કોમર્સના અંગ્રેજી માધ્યમમાં ૯૬.૪૮ પર્સન્ટાઇલ ગુણ મેળવીને માંડવી જૈન સમાજનું ગૌરવ વધાર્યું.


માંડવી તપગચ્છ જૈન સંઘના મંત્રી વિરલકુમાર વાડીલાલ શાહના તેજસ્વી પૌત્ર અર્હમ પરિનકુમારે આજે તા.૦૫-૦૫ ને સોમવારના ધોરણ ૧૨ના બોર્ડના પરિણામમાં તપોવન (જી.ગાંધીનગર)માં ધોરણ ૧૨ કોમર્સના અંગ્રેજી માધ્યમમાં ૮૭ ટકા તેમજ ૯૬.૪૮ પર્સન્ટાઇલ માર્ક્સ મેળવીને માંડવી જૈન સમાજનું ગૌરવ વધારેલ હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું

તેજસ્વી વિદ્યાર્થી અર્હમ શાહે પ્રાથમિક શિક્ષણ જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈનનૂતન પ્રાથમિક શાળા નં.૩માં કરેલ હતો.

અર્હમ શાહને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.



Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST