THE INDIAN SOCIOLOGIST

EYE RETINA OPERATION : દાતા પરિવારના સૌજન્યથી શ્રીમતી રૂક્ષ્મણી બેન સોની નું આંખના પડદા નું સફળ ઓપરેશન

 EYE RETINA OPERATION : દાતા પરિવારના સૌજન્યથી  શ્રીમતી રૂક્ષ્મણી બેન સોની નું આંખના પડદા નું સફળ ઓપરેશન



બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા, જાયન્ટસ ગ્રુપના રાજ્યના ઉપપ્રમુખ યોગેશભાઈ ત્રિવેદી, જાયન્ટ્સ ગ્રુપના યુનિટ ડાયરેકટર યોગેશભાઈ મહેતા સાથે ઓપરેશન કરાવનાર રૂક્ષ્મણી બેન સોની (કોટડા- ચકાર) નજરે પડે છે.

એકલવાયું જીવન જીવતા કોટડા ચકારના દર્દી ગં.સ.રૂક્ષ્મણીબેન ને અચાનક આંખનો પડદો ખસકી ગયો મોટી ઉંમરે જોવામાં તકલીફ પડતાં આંખના પડદાના ઓપરેશન  માટે માંડવી જાયન્ટ્સ ગ્રુપના યુનિટ ડાયરેકટર યોગેશ કુમાર મહેતા અને ફેડરેશન વાઈસ પ્રેસિડેન્ટ યોગેશ ચંદ્ર ત્રિવેદી ને જાણ થતાં તેઓએ શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીને આ ઓપરેશન અંગે જણાવેલ.

શ્રી અરવિંદભાઈ જોશી એ,પોતાના મોબાઈલમાં ઓપરેશન માટે રૂપિયા 35,000/- ના દાન માટે મેસેજ વાયરલ કરતા, જુદા જુદા દાતાશ્રીઓએ રૂપિયા 35,000/- નું દાન આપતા ,રૂક્ષ્મણી બેન નાં આંખના પડદાનું ઓપરેશન બિદડા સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં, આંખના પડદાનું સફળ ઓપરેશન ડૉ .શિવભાઈ શાંતિલાલભાઈ મલ્લી,એ રાહત ભાવે કરી આપતા માનવતાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરૂં પાડેલ હોવાનું માંડવી ના રાજ્ય /રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.

ઓપરેશન માટે "સબકા મંગલ હો",બારોઈ-મુંબઈ, માતૃશ્રી ડાઈબાઈ છગનલાલ વેલજી જૉઈસર પરિવાર, ગોધરા-મુંબઈ, માતૃશ્રી કંચનબેન કરસનજી મહેતા ( હસ્તે:- ધીરજભાઈ મહેતા, ગોધરા- મુંબઈ), માતૃશ્રી દમયંતીબેન શંભુલાલ શંકરજી નાગુ (હસ્તે:- રાજેશભાઈ નાગુ, બાગ-માંડવી )તરફથી રૂપિયા 35,000/-નું દાન મળેલ હોવાનું કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ- ગોધરા ના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને માંડવીના દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું.

આંખ નું સફળ ઓપરેશન થયા બાદ રૂક્ષ્મણીબેન સોની તા. 23/ 5 /2025 ના પોતાના ઘરે કોટડા ચકાર પહોંચી ગયા છે.

ખૂબ જ રાહત દરે ઓપરેશન કરી આપવા બદલ બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા,ઓપરેશન કરનાર ડૉ .શિવભાઈ શાંતિલાલ મલ્લી, ટ્રસ્ટી શરદભાઈ રાભીયા,સ્ટાફના સૈયદ બાવા, ભરતભાઈ સંઘાર,દાતા પરિવાર તેમજ યોગેશભાઈ ત્રિવેદી નો કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ- ગોધરા ના પ્રમુખ અરવિંદભાઈ જોશી, દિનેશ એમ. શાહ અને નીતિનભાઈ ચાવડા એ આભાર માન્યો હતો.




Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST