GIANTS GROUP OF MANDVI : જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી દ્વારા સતત 247 મો હેમોગ્લોબીન કેમ્પ
જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી દ્વારા શિવ શાંતિ ક્લિનિક મધ્યે સતત 247 મો હેમોગ્લોબીન તપાસણી અને નિદાન કેમ્પ યોજાઈ ગયો.
કાયમી દાતા સ્વ પ્રેમજી નારાણ છભાડીયા ની સ્મૃતિમાં તેમના પરિવાર દ્વારા જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના ઉપક્રમે સતત 247 મો હેમોગ્લોબીન કેમ્પ યોજવામાં આવ્યો હતો. સાંપ્રત સમયમાં મહિલાઓમાં લોહીની ઊણપ રહેતી હોય છે ત્યારે માંડવીની સેવાભાવી સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી દ્વારા શિવ શાંતિ ક્લિનિક મધ્યે દર મહિનાના છેલ્લા રવિવારે હેમોગ્લોબિન તપાસણી કેમ્પ યોજવામાં આવે છે જેમાં તારીખ 25-5-2025 ના રોજ રવિવારે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 65 મહિલાઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં તપાસણી અને નિશુલ્ક દવાનું વિતરણ કરવામાં આવ્યું.
આ સેવા યજ્ઞમાં માંડવીના જાણીતા તબીબ ડો. સંજયભાઈ કોઠારીએ સેવા આપી હતી. જાયન્ટ્સ પ્રમુખ હિંમતસિંહ જાડેજા, મંત્રી યોગેશ ભટ્ટ, એસ.એમ.ઓ. રાજેશ સોની, પર્યાવરણ ચેરમેન પરિન વાંજા, બલવંતસિંહ જાડેજા, પનુ દરજી, નિતીન સોમૈયા અને જયેશ સાધુએ સમગ્ર કેમ્પની વ્યવસ્થા સંભાળી હતી