THE INDIAN SOCIOLOGIST

MANDVI-KUTCH : માંડવીમાં સુવર્ણપ્રાશનનો નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

MANDVI-KUTCH : માંડવીમાં સુવર્ણપ્રાશનનો નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો


માંડવી છ કોટી સ્થાનકવાસી જૈન સંઘનું આયોજન

MANDVI-KUTCH : છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના વરિષ્ઠ ગુરુદેવ પ.પૂ. ભાસ્કરમુની મ.સા.ની પ્રેરણાથી, માંડવી છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા માંડવીમાં તાજેતરમાં સુવર્ણપ્રાશનનો નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો.

MANDVI-KUTCH : માંડવીના સોનાવાળા નાકા પાસે, હરિકૃષ્ણ મોલની સામે કિરણ ક્લિનિકમાં તાજેતરમાં યોજાયેલા સુવર્ણપ્રાશનના નિ:શુલ્ક મેડિકલ કેમ્પમાં ૧૨ વર્ષ સુધીના નાના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવેલ હોવાનું માંડવી છ કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા, મંત્રી પુનિતભાઈ શાહ (લાકડાવાળા) અને ખજાનચી જયેશભાઈ જી શાહે જણાવ્યું હતું.

MANDVI-KUTCH : આ કેમ્પમાં ડો. જય કિર્તીભાઈ મહેતાએ નિ:શુલ્ક સેવા આપી હતી. ૧૨ વર્ષ સુધીના માંડવી શહેરના બાળકોએ બહોળી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હોવાનું, કિરણ ક્લિનિકમાં યોજાતા મેડિકલ કેમ્પોમાં કાયમી ધોરણે સેવા આપતા માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.


Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST