NETRA NIDAN CAMP : માંડવી સેવામંડળ અને ભોજાય સર્વોદય ટ્રસ્ટનું નિ:શુલ્ક નેત્રનિદાન અને સારવાર કેમ્પ
માંડવીમાં યોજાયેલા નિ:શુલ્ક નેત્રનિદાન અને સારવાર કેમ્પનો માંડવી સહિત ત્રણ તાલુકાના ૨૨ દર્દીઓએ લાભ લીધો.
દવા પણ નિ:શુલ્ક અપાઈ - ઓપરેશન લાયક દર્દીઓના ઓપરેશન ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં નિ:શુલ્ક કરી અપાયા.
માંડવી સેવામંડળ અને ભોજાય સર્વોદય ટ્રસ્ટનું સંયુક્ત આયોજન.
માંડવીના સેવામંડળ અને ભોજાય સર્વોદય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે, "મોતિયા મુક્ત કચ્છ" અભિયાન અંતર્ગત આંખોની તપાસણીનો અને સારવારનો છઠ્ઠો નિ:શુલ્ક મેડિકલ કેમ્પ તાજેતરમાં માંડવીના સેવામંડળના, મંછારામ બાપુના વાડા (ભીડ બજાર) માંડવીમાં યોજાયેલા કેમ્પમાં માંડવી, અબડાસા અને ભુજ તાલુકાના એમ ત્રણ તાલુકાના ૨૨ દર્દીઓએ લાભ લીધો હતો.
ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલના ડો. સતિષભાઈ જોષીએ આંખોની તપાસણી કરી, યોગ્ય માર્ગદર્શન આપેલ હતું. દર્દીઓને દવા પણ નિ:શુલ્ક અપાઈ હતી. આ મેડિકલ કેમ્પમાં ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલના લક્ષ્મીચંદભાઈ ગોસર, યશ દીપ જાડેજા અને જગદીશભાઈ સોલંકી સહયોગી રહ્યા હતા.
આ મેડિકલ કેમ્પમાં માંડવી શહેર ઉપરાંત માંડવી તાલુકાના નાગલપુર, નવાવાસ (દુર્ગાપુર), ખીરસરા (અબડાસા) અને ભુજ તાલુકા સહિત કુલ ૨૨ (બાવીસ) દર્દીઓએ લાભ લીધો હતો તે પૈકી ઓપરેશન લાયક દર્દીઓના ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં નિ:શુલ્ક ઓપરેશન કરી અપાયા હતા. ભોજાય આવવા - જવાની વ્યવસ્થા માંડવીના સેવામંડળ તરફથી કરી અપાઈ હતી.
માંડવી સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, તથા સેવામંડળના ટ્રસ્ટીમંડળના સર્વશ્રી ભગવતીપ્રસાદભાઈ મોથારાઈ, ચંદ્રશેનભાઈ શાહ, જયેશભાઈ જી. શાહ, ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ મણીલાલ શાહે કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સેવામંડળના સ્ટાફના દીપકભાઈ સોની, રેખાબેન સોની અને ડોલીબેન રાઠોડ સહયોગી રહ્યા હતા.
ભોજાય સર્વોદય ટ્રસ્ટ અને માંડવી સેવામંડળના સંયુક્ત ઉપક્રમે, દર મહિનાના પહેલા રવિવારે, માંડવીના સેવામંડળના, મંછારામ બાપુના વાડા (ભીડ બજાર) માંડવીમાં રાખવામાં આવતો હોવાનું ભોજાય સર્વોદય ટ્રસ્ટના ચેરમેન લીલાધરભાઇ ગડા (અધા) અને સેવામંડળ - માંડવીના પ્રમુખ અશોકભાઈ શાહ અને ટ્રસ્ટીમંડળે જણાવ્યું હતું.
આ પણ વાંચો : માંડવીમાં ભીડભંજન પાર્શ્વનાથ દાદાનો ધ્વજારોહણ કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક રંગેચંગે સંપન્ન થયો