મહાહંસ વિજયજી મહારાજ સાહેબ બોરીવલી (મુંબઈ) માં
ચાતુર્માસ મંગલ પ્રવેશ
આવતીકાલ પહેલી જુલાઈ ને મંગળવારના રોજ મુળ માંડવી ના મહાહંસ વિજયજી મહારાજ સાહેબ બોરીવલી (મુંબઈ)માં ચાતુર્માસ મંગલ પ્રવેશ કરશે.
મુળ માંડવી ના મહાહંસ વિજયજી મહારાજ સાહેબ ( મલય મહારાજ) પોતાના ગુરૂ જૈનાચાર્ય પરમ પૂજ્ય પ્રદીપ ચંદ્રસુરીશ્વરજી મહારાજ સાહેબ સાથે આવતીકાલ તા. 1/ 7 અને મંગળવાર ના રોજ વાજતે- ગાજતે બોરીવલી (મુંબઈ) વેસ્ટ માં મહાવીર સ્વામી જિનાલય માં ચાતુર્માસ મંગલ પ્રવેશ કરનાર હોઈ માંડવી તપગચ્છ જૈન સંઘના મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું છે.
આ પ્રસંગે કચ્છ અને કચ્છ બહારના ગુરૂભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે મહાહંસ વિજયજી મહારાજ સાહેબ માંડવી ના શ્રીમતી જયશ્રીબેન વિરલભાઈ શાહ અને માંડવી તપગચ્છ જૈન સંઘના મંત્રી વિરલકુમાર વાડીલાલ શાહ ના સંસાર પક્ષે તેમના કુળદિપક થાય છે.મહાહંસ વિજયજી મ.સા. (મલય મહારાજ) સાહેબે પ્રાથમિક શિક્ષણ માંડવી ની જૈન નૂતન પંચાયતી પ્રાથમિક શાળા નં.-3 માં લીધેલ છે.