માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીએ જસ્ટિસ નીલયભાઈ અંજારિયાનું બહુમાન કર્યું
અંધ, અપંગ, મંદબુદ્ધિ અને બહેરામૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા ૩૩ વર્ષથી સતત કાર્યશીલ સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીએ, મૂળ માંડવીના સપૂત જસ્ટિસ નીલયભાઈ વિપીનચંદ્ર અંજારિયા, ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામીને, પ્રથમ જ વખત માદરે વતન માંડવી પધારતા તેમનું બહુમાન કરેલ હતું.
માંડવી બાર એસોસિએશન દ્વારા તા. ૨૯-૦૬ ને રવિવારના સવારના ૧૧-૦૦ વાગ્યે, માંડવીના ગોકુલ રંગભવન મધ્યે, યોજાયેલા સન્માન સમારોહમાં જસ્ટિસ નીલયભાઈ અંજારિયા સુપ્રીમ કોર્ટના જજ બનીને તેમણે માંડવી શહેર અને કચ્છ જિલ્લાનું જ નહીં પરંતુ ગુજરાત રાજ્યનું ગૌરવ વધારનાર, નીલયભાઈ અંજારિયા સાહેબનું માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી વતી સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા અને મંત્રી દિનેશભાઈ શાહે શાલ ઓઢાડીને બહુમાન કરેલ હતું.