ખલ્ફાનભાઈ દામાણી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ની ધામધૂમથી ઉજવણી
માંડવી શહેરની ખલ્ફાનભાઈ દામાણી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી .
ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી શ્રી ખલ્ફાનભાઈ દામાણી પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માંડવી સિવિલ હોસ્પિટલના આરોગ્ય અધિકારી ડૉ. ધીરજ ડુંગરખીયા તથા માંડવી નગર સેવા સદનના કાઉન્સિલર શ્રી મરીયમબેન રોહા તથા લાયઝન ઓફિસર શ્રી કાસમભાઈ કુંભાર, જાણીતા એડવોકેટ દીપકભાઈ સોની, શિક્ષણવિદ્ અને શાળાના પૂર્વ આચાર્ય જીતેન્દ્રભાઈ સોની, એસ.એમ.સી. અધ્યક્ષા માસુમાબેન પંજાબી, એસએમસીના સભ્યશ્રીઓ, બસીરભાઈ કીચા, બહોળી સંખ્યામાં વાલીગણ, શાળા સ્ટાફગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ઉપસ્થિત મુખ્ય મહેમાન તથા સર્વે આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય વસંતભાઈ કોચરા દ્વારા કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ના બાળકોને મહેમાનોના હસ્તે કીટ અર્પણ કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હોવાનુ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જાણાવ્યુ હતુ. બાલવાટિકાના તમામ બાળકોને સ્કુલ બેગ અને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. મુખ્યમંત્રી જ્ઞાન સાધના કસોટીમાં મેરીટમાં સ્થાન મેળવનાર કુંભાર અફસાના તૈયબને સન્માનપત્ર અને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધોરણ ૩ થી ૮માં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને સ્વ. સુશીલાબેન અને સ્વ. વિમળાબેનના સ્મરણાર્થે હસ્તે દિલીપભાઈ જૈન તરફથી ઈનામ તથા શાળા તરફથી સન્માનપત્ર આપવામાં આવ્યાં હતાં. બાલવાટિકા થી ધોરણ ૮માં સૌથી વધુ હાજરીમાં પ્રથમ નંબરે આવેલ વિદ્યાર્થીઓને શાળા તરફથી પ્રમાણપત્ર તથા ઈનામ આપવામાં આવ્યા હતાં. દાતાશ્રીઓનો શાળા દ્વારા સાલ અને પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં બાળકો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યાં હતાં. કાઉન્સિલર શ્રી મરીયમબેન રોહા, એસએમસીના સભ્યો, શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઈનામથી પ્રોત્સાહિત કરાયા હતા. શાળા પરિસરમાં મહેમાનોના હસ્તે ઔષધીય છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ડૉ. ધીરજ ડુંગરખીયા દ્વારા મિટિંગમાં એસ.એમ.સી. સભ્યો, વાલીગણ તથા શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો સમગ્ર સંચાલન ધોરણ 8ની વિદ્યાર્થીની મેરાજબાનુ સોઢા તથા શાળાના શિક્ષિકા લીનાબેન બ્રહ્મક્ષત્રિયે કર્યું હતું. શાળાના શિક્ષિકા ઉષાબેન સોલંકીએ આભારવિધિ કરી હતી. પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો સીમાબેન છાટબાર, મનિષાબેન ડાભી, વિમલભાઈ રામાનુજ વગેરે સહભાગી થયા હતાં.