માંડવીમાં ડાયાબિટીસનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો.
માંડવી માં સ્વ.દિપ દિનેશભાઈ શાહ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ "કિરણ ક્લિનિક"માં યોજાયેલા ડાયાબિટીસ ના નિઃશુલ્ક મેડિકલ કેમ્પ ને દાતા પરિવાર ના દિનેશભાઈ શાહ" દીપ" પ્રગટાવી ને કેમ્પને ખુલ્લો મુકતા નજરે પડે છે. તેમની બાજુમાં જયેશભાઈ જી. શાહ, ડૉ .જય મહેતા, રમેશ મહેતા, ધીરજ મહેતા અને વર્ધમાન મહેતા વગેરે નજરે પડે છે.
- બ્લડ સુગર અને બ્લડપ્રેશર નું ચેકઅપ નિઃશુલ્ક કરી અપાયું.
- 10 દિવસની દવા પણ નિઃશુલ્ક અપાઈ.
માંડવી માં સોનાવાળા નાકા પાસે આવેલા હરિકૃષ્ણ મોલ ની સામે આવેલા "કિરણ ક્લિનિક"માં તાજેતરમાં સ્વ.દિપ દિનેશભાઈ શાહ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે માતૃશ્રી માનવંતીબેન મણીલાલ પાનાચંદ મહેતા (માંડવી- ડગાળા) ના સૌજન્ય થી ડાયાબિટીસનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો.
દાતા પરિવારના દિનેશભાઈ શાહે, "દીપ" પ્રગટાવી ને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સમયમાં ડાયાબિટીસનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જાય છે. તેથી અમારા પરિવારે ડાયાબિટીસ નો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખવાનું નક્કી કરેલ છે.
અતિથિ વિશેષ પદે થી માંડવી ના સેવાભાવી જૈન અગ્રણી જયેશભાઈ જી. શાહે જણાવ્યું હતું કે, સ્વ.દિપ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારે જીવદયા અને માનવ સેવાના વિવિધ કાર્યો માંડવીની 17 જેટલી સંસ્થાઓના માધ્યમ થી કરીને પ્રેરણાદાયી કાર્ય કરેલ છે.
આ કેમ્પમાં સેવા આપનાર ડૉ .જય કિર્તીભાઈ મહેતા એ જણાવ્યું હતું કે, દિનેશભાઈ શાહ અવાર - નવાર નિઃશુલ્ક મેડિકલ કેમ્પ ગોઠવે છે. તે સરાહનીય છે. તેમણે માંડવી ના નગરજનોને આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરેલ હતો. દાતા પરિવારના રમેશભાઈ મહેતા એ પણ પ્રવચન કરેલ હતું.
આ કેમ્પમાં બ્લડ સુગર અને બ્લડ પ્રેશરનું ચેકઅપ નિઃશુલ્ક કરી આપાયું હતું. તેમજ દસ દિવસની દવા પણ નિઃશુલ્ક અપાઇ હતી. કેમ્પનો માંડવી ના નગરજનો એ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં ભુજથી રેખાબેન રાજેશભાઈ મહેતા, પાર્થ મહેતા, તૃષા મહેતા તેમજ દાતા પરિવાર ના રમેશ મહેતા, ધીરજ મહેતા, વર્ધમાન મહેતા, સુનિતાબેન મહેતા, અર્ચનાબેન મહેતા,ધવલ મહેતા, મિહિર મહેતા અને શ્રેયા મહેતા એ ઉપસ્થિત રહીને કેમ્પમાં સહયોગી રહ્યા હતા.કિરણ ક્લિનિક ના સાજીદભાઈ જત પણ સહયોગી રહ્યા હતા.
www.indiansociologist.in