માંડવીના સપ્તધારા જૈન મહિલા મંડળના બે વર્ષની મુદત માટે હોદેદારો સર્વાનુમતે વરાયા
માંડવીના સપ્તધારા જૈન મહિલા મંડળના બે વર્ષની મુદત માટે હોદેદારો તાજેતરમાં સર્વાનુમતે વરાયા હતા. મંડળના પ્રમુખ તરીકે શ્રીમતી પિનાકીનીબેન રાહુલભાઈ સંઘવી, ઉપપ્રમુખ તરીકે રીનાબેન સંઘવી અને બીજા ઉપપ્રમુખ તરીકે રોશનીબેન શાહની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
જ્યારે મંડળના અન્ય હોદ્દેદારોમાં મંત્રી તરીકે અસ્મિતાબેન મહેતા, સહમંત્રી તરીકે પૂનમબેન સંઘવી અને ખજાનચી તરીકે ડો. પારૂલબેન ગોગરી વરાયા છે. મંડળના સલાહકાર તરીકે ચેતનાબેન શાહ અને સીમાબેન લાલન વરાયા છે. મંડળના કારોબારી સભ્યો તરીકે કવિતાબેન શાહ, માહી સંઘવી, નયનાબેન શાહ અને ઉષાબેન શાહને લેવામાં આવ્યા છે.
આ પ્રસંગે પ્રમુખ તરીકે વરાયેલા શ્રીમતી પિનાકીનીબેન રાહુલભાઈ સંઘવીએ વધુમાં વધુ સેવાકીય અને રચનાત્મક પ્રવૃત્તિઓ કરવાનો કોલ આપેલ હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
http://www.indiansociologist.in