THE INDIAN SOCIOLOGIST

કચ્છ માંડવી લોહાણા તેમજ સાર્વજનિક કન્યા છાત્રાલય ને રૂપિયા 1,25,000 નું દાન મળ્યું.

કચ્છ માંડવી લોહાણા તેમજ સાર્વજનિક કન્યા છાત્રાલય ને રૂપિયા 1,25,000 નું દાન મળ્યું.



શેઠ શ્રી પુરુષોત્તમ કાનજી પવાણી લોહાણા તેમજ સાર્વજનીક કન્યા છાત્રાલય, માંડવી- કચ્છ ને, છાત્રાલયના નવનિયુક્ત પ્રથમ મહિલા પ્રમુખ દક્ષાબેન સચદે ની પ્રેરણા થી, આ છાત્રાલયમાં અભ્યાસ કરતી એક દીકરી ને, કાયમી ધોરણે અડધી ફી મા દાખલ કરવા માટે અ.સૌ. ભદ્રશિલા દીપકભાઈ સોમૈયા અને અ.સૌ. દીપ્તિબેન કૃષ્ણકુમાર સોમૈયા તથા અ.નિ. સુશીલાબેન જયેશભાઈ સોમૈયા (હસ્તે:- શેઠ શ્રી દિપકભાઈ ધરમશી સોમૈયા, માંડવી-વડોદરા)તરફ થી રૂપિયા 1,25,000,(એક લાખ પચ્ચીસ હજાર)નું માતબર દાન મળેલ છે.

છાત્રાલયના નવનિયુક્ત પ્રમુખ દક્ષાબેન સચદે ,મંત્રી શાંતિલાલભાઈ ગણાત્રા, ઉપપ્રમુખ પ્રતાપભાઈ ચોથાણી, ખજાનચી જયંતીભાઈ કોઠારી, સહમંત્રી પરેશભાઈ ઠક્કર, કન્યા છાત્રાલયના પ્રથમ સ્થાપક મહિલા ટ્રસ્ટી શ્રીમતી જયાબેન ગણાત્રા તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળ તેમજ તમામ કારોબારી સભ્યોએ દાતા પરિવારનો આભાર માન્યો હતો

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST