રાજનાથ સિંહે કહ્યું હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છે, ઓપરેશન સિંદૂર રોક્યું છે, પુરુ નથી થયું.
[
OPERATION SINDOOR IN PARLIAMENT TO DAY : લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાની શરુઆત કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, સૌ પ્રથમ, હું તમામ પક્ષોનો આભાર માનવા માંગુ છું કે તેઓ ઓપરેશન સિંદૂરની સફળતા અંગે ચર્ચા કરવા માટે તૈયાર છે. હું તે સૈનિકોને સલામ કરું છું જેમણે ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. અમે આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને મારી નાખ્યા.ભારતીય જેટના નુકશાન અંગે રાજનાથ સિંહે કહ્યું- પરીક્ષામાં પરિણામનું મહત્વ; કેટલી પેન્સિલો તૂટી, કેટલી પેન ખોવાઈ ગઈ એનું નહીં.
OPERATION SINDOOR IN PARLIAMENT TO DAY : રાહુલ ગાંધી અચાનક પોતાની સીટ પરથી ઉભા થઈ ગયા, પુછ્યું, તો તમે ઓપરેશન સિંદૂર કેમ રોક્યું?
રાજનાથે ગૃહમાં જણાવ્યું કે જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનના લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા ત્યારે પડોશી દેશે સંપૂર્ણપણે હાર સ્વીકારી લીધી હતી. આ પછી પાકિસ્તાને યુદ્ધવિરામની વિનંતી કરી. આ દરમિયાન રાહુલ ગાંધી અચાનક પોતાની સીટ પરથી ઉભા થઈ ગયા અને સવાલ કરતા પુછ્યું, કે તો પછી તમે ઓપરેશન સિંદૂર કેમ રોક્યું? રાહુલ ગાંધીએ પોતાનું નિવેદન આપતાની સાથે જ વિપક્ષી સાંસદોએ પણ ગૃહમાં હોબાળો મચાવ્યો. જોકે, રાજનાથ સિંહે કહ્યું કે મને મારું સંપૂર્ણ નિવેદન આપવા દો, હું દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છું.
OPERATION SINDOOR IN PARLIAMENT TO DAY : રાજનાથ સિંહે કહ્યું- ઓપરેશન સિંદૂર હાથ ધરવા માટે અમે ઘણી બાબતો પર વિચાર કર્યો. પાકિસ્તાનના સામાન્ય લોકોને કોઈ નુકસાન ન થાય તેની કાળજી લેવામાં આવી. અમે પાકિસ્તાનના 9 આતંકવાદી સ્થળોને ચોકસાઈથી નષ્ટ કર્યા. 100થી વધુ આતંકવાદીઓ, ટ્રેનર્સ, હેન્ડલર્સ માર્યા ગયા. અમે આખું ઓપરેશન 22 મિનિટમાં પૂર્ણ કર્યું.'
પાકિસ્તાનની સેના અને ISI પ્રોક્સી વોર ચલાવે છે. આ મોદીજીના નેતૃત્વ હેઠળનું ભારત છે જે કોઈપણ હદ સુધી જઈ શકે છે. આપણે શાંતિ માટે પ્રયાસો કેવી રીતે કરવા તે જાણીએ છીએ અને અશાંતિ ફેલાવનારા હાથોને કેવી રીતે ઉખેડી નાખવા તે પણ જાણીએ છીએ. આપણે ભગવાન કૃષ્ણ પાસેથી શીખ્યા છીએ કે ધર્મનું રક્ષણ કરવા માટે સુદર્શન ચક્ર ઉઠાવવું પડે છે. હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છે. ભગવાન કૃષ્ણ આપણને ધીરજ અને બહાદુરી બંને શીખવે છે.
OPERATION SINDOOR IN PARLIAMENT TO DAY : ઓપરેશન સિંદૂર અંગે એક સર્વપક્ષીય બેઠક પણ યોજાઈ હતી. હું આ માટે તમામ પક્ષોનો આભાર માનું છું. આ દેશના લોકશાહીની સુંદરતા છે. જેમ મોદીજીએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર રોક્યું છે, પુરુ થયું નથી. જો પાકિસ્તાન કોઈ કાર્યવાહી કરશે તો ભારત તેનો જવાબ આપશે. અમે લક્ષ્મણ રેખા દોરી છે. આતંકવાદીઓને આશ્રય આપનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અટલજીએ કહ્યું હતું કે- પાક. પરમાણુ હુમલાથી અમને કોઈ નુકસાન નહીં થાય, પરંતુ પાકિસ્તાન બીજા દિવસનો સૂરજ જોઈ શકશે નહીં
OPERATION SINDOOR IN PARLIAMENT TO DAY : રાજનાથે કહ્યું- ભલે લાલ બહાદુર શાસ્ત્રી હોય, અટલ બિહારી વાજપેયી હોય, મનમોહન સિંહ હોય કે નરેન્દ્ર મોદી, દરેકને ભારતની ચિંતા હતી. શાંતિ માટેના આપણા પ્રયાસોને ગેરસમજ કરવામાં આવ્યા હતા. જ્યારે આપણે શાંતિના માર્ગ પર હતા, ત્યારે તેઓ દુશ્મનાવટના માર્ગ પર હતા. પાકે. પરમાણુ હુમલાની ધમકી આપી હતી. અટલજીએ કહ્યું હતું કે- પાકિસ્તાનના પરમાણુ હુમલાથી આપણને કોઈ નુકસાન નહીં થાય, પરંતુ પાકિસ્તાન બીજા દિવસનો સૂરજ જોઈ શકશે નહીં.
આ પછી કોંગ્રેસના ગૌરવ ગોગોઈએ કહ્યું, 'અમે સવાલો પૂછીશું, દેશહિતમાં દેશ જાણવા માંગે છે કે પાંચ આતંકવાદીઓ કેવી રીતે ઘૂસ્યા. તેમનો હેતુ શું હતો. રાજનાથ સિંહે કહ્યું કે અમારો હેતુ યુદ્ધ નહોતો. હું પૂછવા માંગુ છું કે તે કેમ નહોતું. હોવું જોઈતું હતું. અમારો ઉદ્દેશ્ય જમીન લેવાનો નહોતો. કેમ નહોતો? જો આજે POK નહીં લઈએ, તો ક્યારે લઈશું?
OPERATION SINDOOR IN PARLIAMENT TO DAY : સોમવારે લોકસભામાં સવારે વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. SIR મુદ્દા પર વિપક્ષના હોબાળાને કારણે આજે ગૃહ 3 વાર સ્થગિત કરવામાં આવ્યું હતું.
સંસદમાં વક્તાઓની યાદીમાં પોતાનું નામ ન હોવા અંગે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પ્રતિક્રિયા આપી છે. મીડિયા દ્વારા પૂછવામાં આવતા તેમણે કહ્યું કે આ એક મૌન વ્રત...મૌન વ્રત.... ખરેખરમાં, છેલ્લા કેટલાક દિવસોમાં, સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે એક સમજુતી થઈ હતી. ત્યારબાદ, એવી અટકળો ચાલી રહી હતી કે કોંગ્રેસ વતી બોલતા નેતાઓમાં શશી થરૂરનું નામ સામેલ કરવામાં આવશે, પરંતુ કોંગ્રેસે આજે ગૃહમાં બોલનાર 6 નેતાઓની યાદી જાહેર કરી છે, જેમાં તેમનું નામ સામેલ નથી.
http://www.indiansociologist.in