સ્વ. માનસિંગભાઈ ચૌધરી ને શ્રદ્ધાંજલિ અર્પવા ઓનલાઈન વર્ચ્યુઅલ શોકસભા યોજાશે
ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશન ના સ્થાપક પ્રમુખ સ્વ. માનસિંગભાઈ ચૌધરી ને શ્રદ્ધાંજલિ અર્પવા પહેલી ઓગસ્ટ ને શુક્રવાર ના ઓનલાઈન વર્ચ્યુઅલ શોકસભા યોજાશે.
ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) એવોર્ડી ટીચર્સ ફેડરેશન ના સ્થાપક પ્રમુખ સ્વ. માનસિંગભાઈ ચૌધરી ને શ્રદ્ધાંજલિ અર્પવા માટે પહેલી ઓગસ્ટ ને શુક્રવારના સાંજના 5:30 થી 6:00 વાગ્યા દરમિયાન ઓનલાઇન, વર્ચ્યુઅલ શોક સભા ગૂગલબિટ ઉપર યોજવામાં આવેલ હોવાનું ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશન ના સંગઠન મંત્રી માંડવી ના રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડી શ્રેષ્ઠ શિક્ષક દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું છે.લિંક વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવશે.
સદગત માનસિંગભાઈ ચૌધરી ના આત્મા ને શાંતિ મળે તે માટે ઓનલાઈન શોકસભા માં સહભાગી બનવા એવોર્ડી શિક્ષકો ને વિનંતી કરવામાં આવી છે.