દાતાના સહયોગથી માંડવીના જરૂરત મંદ પરિવારને ₹1,32,000 રાશન કીટ અર્પણ
માંડવી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચે દાતાના સહયોગથી માંડવીના જરૂરત મંદ પરિવારને ₹1,32,000 રાશન કીટ અર્પણ કરી પ્રેરણાદાયી કાર્ય કર્યું .
માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચે દાતાના સહયોગથી માંડવીના જરૂરતમંદ સાધર્મિક પરિવારોને ₹1,32,000 ની રાશન કીટ અર્પણ કરી ચાતુર્માસિક સાધર્મિક ભક્તિ કરીને પ્રેરણાદાયી કાર્ય કરેલ છે.
માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના અગ્રણી નરેશભાઈ દોલતલાલ શાહ અને માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ મણીલાલ શાહના જણાવ્યા મુજબ માંડવીના સેવાભાવી અગ્રણી વસંતભાઈ પ્રાણલાલ શાહની પ્રેરણાથી મૂળ મુન્દ્રાના મુંબઈ નિવાસી સ્વર્ગસ્થ દામજીભાઈ મોરારજી શેઠ (હસ્તે દમયંતીબેન દામજીભાઈ શેઠ) માંડવીના જરૂરતમંદ સાધર્મિકોને પ્રત્યેક પરિવારને ₹6,000 (છ હજાર)લેખે કુલ રૂપિયા 1,32,000 ની રાશન કીટ અર્પણ દાતાશ્રી દમયંતીબેન દામજીભાઈ શેઠ અને પ્રેરણાદાતા વસંતભાઈ પ્રાણલાલ શાહે પ્રેરણાદાયી કાર્ય કરેલ છે
શ્રી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના અગ્રણી નરેશભાઈ શાહ તેમજ સંસ્થાના સક્રિય કાર્યકરો અજીતભાઈ પટવા, લહેરી ભાઈ શાહ અને એડવોકેટ ઉદયભાઇ શાહ અને માંડવીના સામાજિક જૈન અગ્રણી શ્રી દિનેશભાઈ શાહે દાતા પરિવારનો આભાર માન્યો છે