22 મી જુલાઈ ને મંગળવારના રોજ શ્રી આધોઈ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના આંગણે ધાર્મિક K.G.B. રમત રમાડાશે.
શ્રી આધોઈ (તા. ભચાઉ ) શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના આંગણે 22 મી જુલાઈ ને મંગળવાર ના સવારના 9: 45 થી 10:30 વાગ્યા દરમિયાન જૈન સંતો ધાર્મિક K.G.B.( કે.જી.બી.) રમત રમાડશે.
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી અનંત યશ સુરીશ્વરજી મહારાજ સાહેબ ના શિષ્યરત્ન પન્યાસ પ્રવર પરમ પૂજ્ય અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા તથા સાધ્વીજી ભગવંત પરમ પૂજ્ય દિવ્યગીરાશ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા ની નિશ્રા માં K.G.B. (કે.જી.બી.) રમત માં ત્રણ લાઈફ લાઈન આપવામાં આવશે.
કુલ 9 પ્રશ્નો પુછાશે. પ્રશ્ન જ્ઞાન-દર્શન અને ચારિત્ર ને લગતા હશે. દરેક પ્રશ્નો ની 30 સેકન્ડ રહેશે. એમ માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું છે.