માંડવી ની જૈન નુતન પ્રાથમિક શાળા નં.-3 ના નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી સ્વ. રંજનબેન દિનેશભાઈ શાહ ની 7 મી વાર્ષિક પુણ્યતિથિ જીવદયા- માનવસેવા-ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને નિઃશુલ્ક મેડિકલ કેમ્પ થી શુક્રવારે ઉજવાશે.
જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેર ની જૈન નૂતન પ્રાથમિક શાળા નં. -3 ના પૂર્વ આચાર્ય શાહ દિનેશકુમાર મણીલાલ ના ધર્મ પત્ની અને સ્વ.દિપ દિનેશભાઈ શાહ ના માતૃશ્રી માંડવી ની જૈન નુતન પ્રાથમિક શાળા નં.-3 ના નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી સ્વ. રંજનબેન દિનેશભાઈ શાહ ની, 7 (સાતમી) વાર્ષિક પુણ્યતિથિ, 25 મી જુલાઈ ને શુક્રવારના રોજ જીવદયા- માનવસેવા- ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ થી ઉજવાશે.
માંડવી ની વિવિધ સેવાકીય સંસ્થાઓના માધ્યમથી આગામી શુક્રવાર ના જીવદયા- માનવસેવા ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ માંડવી ના સોનાવાળા નાકા પાસે આવેલા હરિકૃષ્ણા મોલ ની સામે આવેલા "કિરણ ક્લિનિક"માં શુક્રવાર ના સવારના 10:00 થી 12:30 વાગ્યા દરમિયાન ડાયાબિટીસનો નિઃશુલ્ક કેમ્પ યોજાશે.
આ કેમ્પ માં ગ્લોકોમીટર ની મદદ થી ડાયાબિટીસ નું બ્લડ સુગર અને બ્લડપ્રેશર નું ચેકઅપ નિઃશુલ્ક કરી અપાશે.10 દિવસની દવા પણ નિઃશુલ્ક અપાશે.મેડિકલ કેમ્પમાં ડૉ.જય કીર્તિભાઈ મહેતા સેવા આપનાર હોવાનું દાતા પરિવાર મહેતા માનવંતીબેન મણીલાલ પાનાચંદ (મૂળ ડગાળા, હાલે માંડવી)એ જણાવ્યું હતું