THE INDIAN SOCIOLOGIST

જૈન નૂતન પ્રાથમિક શાળા નં.-3 માં શનિવારે "બેગલેસ ડે "ઉત્સાહભેર ઉજવાયો.

 જૈન નૂતન પ્રાથમિક શાળા નં.-3 માં શનિવારે "બેગલેસ ડે "ઉત્સાહભેર ઉજવાયો.

માંડવી મા "દીપરંજન સેવા કેન્દ્ર" સંસ્થા ના ઉપક્રમે માંડવી ની જૈન નૂતન પ્રાથમિક શાળા નં.-3 માં શનિવારે "બેગલેસ ડે "ઉત્સાહભેર ઉજવાયો.

જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નુતન પ્રાથમિક શાળા નં.-3 માં "દીપરંજન સેવા કેન્દ્ર" સંસ્થા ના ઉપક્રમે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ,26 મી જુલાઈ ના આનંદદાયી શનિવાર "બેગલેસ ડે"ભારે ઉત્સાહભેર ઉજવાયો હતો.

માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કમલેશભાઈ ખટારીયા એ દીપ પ્રગટાવીને "બેગલેસ ડે "ના કાર્યક્રમને ખુલ્લો મુકતાં જણાવ્યું હતું કે, બાળકો ગમ્મત સાથે જ્ઞાન મેળવે તે માટે અઠવાડિયા માં એક દિવસ આનંદદાયી શનિવાર ઉજવાય તે જરૂરી છે. તેમણે આ શાળાને "બેગલેસ ડે" ઉજવવા માટે આ શાળાના નિવૃત્ત પૂર્વ શિક્ષિકા શ્રીમતી સ્વ. રંજનબેન દિનેશભાઈ શાહ ની સાતમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર મૂળ ડગાળા હાલે માંડવી નિવાસી મહેતા માનવંતીબેન મણીલાલ પાનાચંદ તરફથી શૈક્ષણિક રમકડા ભેટ આપ્યા તે બદલ દાતા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

સ્વાગત પ્રવચનમાં શાળાના એવોર્ડ વિજેતા શિક્ષિકા શ્રીમતી ભારતીબેન ગોરે સૌને આવકારી, "બેગલેસ ડે"વિષે વિસ્તૃત માહિતી આપી હતી.

‌‌અતિથિ વિશેષ પદે થી શાળાના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પૂર્વ આચાર્ય દિનેશભાઈ શાહે, શાળાની પ્રગતિ બદલ શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી અને સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

શાળાના સી.આર.સી. કો ઓર્ડીનેટર શ્રીમતી મીરાબેન જોશી અને શાળાની એસ.એમ.સી.ના અધ્યક્ષા શ્રીમતી કુંજલબેન શાહે ઉપસ્થિત રહીને "દીપરંજન સેવા કેન્દ્રે" આ શાળા માં બેગલેસ ડે ની ઉજવણી નું આયોજન કર્યું તે બદલ ખુશી વ્યક્ત કરી હતી.

શરીરની તંદુરસ્તી માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે.બાળકો ને પાણી પીવાનું યાદ દેવડાવવા "વોટરબેલ"નો પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી ભારતીબેન ગોરે કરેલું હતું.જ્યારે શાળાના શિક્ષક અને માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના અગ્રણી મનુભા જાડેજા એ આભાર દર્શન કર્યું હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. જ્યારે રિશી વર્ધમાન મહેતા અને સંદીપભાઈ માલમ સહયોગી રહ્યા હતા.

"બેગલેસ ડે"ની ઉજવણીથી શાળાના બાળકોએ ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યું હતું. બાળકોના વાલીઓએ પણ રાજીપો વ્યક્ત કરેલ હોવાનું શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી એ જણાવ્યું હતું.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST